મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

તેલંગાણાના મુખ્યમંત્રી કેસીઆરની પુત્રી સામે 1000 ખેડૂતો મેદાનમાં ઉતરશે ;પહેલા જ દિવસે 40 લોકોને નામાંકન ભર્યું

હળદર અને લાલ જુવારના ટેકાના ભાવ નહિ મળતા ખેડૂતો લડાયક મૂડમાં

નવી દિલ્હીઃ તેલંગાણાના નિઝામાબાદ લોકસભા સીટથી ચૂંટણી લડવા માટે લગભગ 1000 ખેડૂતો એકસાથે નોમિનેશન કરાવવાની તૈયારીમાં છે. જણાવી દઈએ કે અહીંથી કવિતા સાંસદ છે જે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવની દીકરી છે. જ્યારે ખેડૂતો સત્તારૂઢ પાર્ટીથી નારાજ છે. ખેડૂતોનો આરોપ છે કે અહીં સરકાર હળદર અને લાલ જુવારનું ન્યૂનત્તમ સમર્થન મૂલ્ય સુનિશ્ચિત કરવામાં વિફળ રહી છે. આ કારણે જ કવિતા વિપક્ષમાં ચૂંટણી લડવા માંગે છે. અહેવાલ મુજબ સોમવારે નામાંકન ભર્યાના પહેલા જ દિવસે કેટલાક ખેડૂતો સહિત કુલ 40 લોકોએ નામાંકન ભર્યું છે.

 

ખેડૂતોએ જણાવ્યું કે રાજ્ય સરકાર સામે વિરોધ કરવા માટે અમે નામાંકન ભરવાનો ફેસલો લીધો છે. નામાંકન ભરવા માટે 25 હજાર રૂપિયા ઉમેદવારોએ ભરવાના હોય છે.

(11:19 am IST)