મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

૩૬ ઈંચના વર-વધુઃ લગ્ન જોવા આખુ ગામ ઉમટી પડયું

કહેવાય છે કે, વર-વધુની જોડી ભગવાન બનાવીને મોકલે છે. આવું જ કંઈક બન્યુ છે મધ્ય પ્રદેશના ખંડવા જિલ્લાના ગામ પુનાસામાં અહીંના ૩૬ વર્ષના ધનેશ રાજવૈદ અને ચેતનાએ લગ્ન કર્યા છે. છેલ્લા ૧૦ વર્ષથી ધનેશ પોતાના માટે છોકરી શોધતો હતો. ભણેલ ગણેલ હોવાની સાથે સાથે તેની પાસે સારી સરકારી નોકરી પણ છે કે જે દરેક છોકરી ઈચ્છતી હોય છે પરંતુ તેના માટે કમનસીબી એ હતી કે તેની ઉંચાઈ માત્ર ૩ ફુટની છે એટલે કે માત્ર ૩૬ ઈંચની. આટલી ઉંચાઈને કારણે તેમના માટે છોકરી શોધવી અઘરી હતી. જ્યારે તેને ખબર પડી કે પશ્ચિમી અંચલમાં ૩૬ ઈંચની કન્યા પણ છે તો તેણે સંપર્ક સાધ્યો અને એક કન્યા પણ લગ્ન માટે તૈયાર થઈ ગઈ. તેનુ નામ ચેતના શર્મા છે. ચેતના તેનાથી ૮ વર્ષ નાની છે પરંતુ તે પણ ઈકોનોમિકસમાં એમ.એ. છે. આ બન્નેના તાજેતરમાં લગ્ન યોજાયા જે નિહાળવા આખુ ગામ ઉમટી પડયુ હતું.

(10:22 am IST)