મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

૨૬ વર્ષ બાદ

OBC ક્રિમીલેયરના નિયમોની થશે સમીક્ષા

નવી દિલ્હી તા. ૧૯ : ૨૬ વર્ષ બાદ ઓબીસી ક્રીમી લેયર સાથે સંબંધિત નિયમોની સમીક્ષા થવા જઈ રહી છે. ૧૯૯૩માં ઓબીસી માટે નક્કી નિયમોની હજી સીધી કોઈ સમીક્ષા નહોતી થઈ. સરકારે એકસપર્ટની એક કમિટી બનાવી છે અને આ કમિટી આ નિયમો પર ધ્યાન કેન્દ્રિત કરશે જેના આધાર પર ક્રીમી લેયર નક્કી કરવામાં આવે છે.

ક્રીમી લેયર ઓબીસીનો એ વર્ગ છે આર્થિક રૂપથી વિકસિત છે. આ વર્ગ નોકરીઓ અને શિક્ષામાં આરક્ષણ માટે અયોગ્ય છે. સામાજિક ન્યાય મંત્રાલયે ૮ માર્ચના રોજ એક કમિટી બનાવી છે જેનું નેતૃત્વ ભારત સરકારના પૂર્વ સચીવ બી.પી. શર્મા કરશે. કમીટીને ૧૫ દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપવા માટે કહેવામાં આવ્યું છે.

આ કમિટી પ્રસાદ કમિટી દ્વારા નક્કી કરવામાં આવેલી નીયમોની સમીક્ષા કરશે. ત્યારબાદ કમિટી ક્રીમી લેયર કોન્સેપ્ટને ફરીથી પરિભાષિત કરવા, સરળ બનાવવા અને તેમા સુધાર માટે પોતાની ભલામણ રજૂ કરશે. આ કમિટી ઈન્દિરા સાહની કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલી વ્યવસ્થાઓને ધ્યાનમાં રાખતા નીયમોની સમીક્ષા કરશે.ે મંડલ આયોગ પર સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ક્રીમી લેયરને આરક્ષણના લાભથી બહાર રાખવા માટે નિયમો નક્કી કરવામાં આવ્યા હતા.

કાર્મિક અને પ્રશિક્ષણ વિભાગ સંપન્નતાના અલગ-અલગ માપદંડોનો ઉપયોગ કરતા હોય છે જેણે વિવાદને જન્મ આપ્યો. એટલા માટે નિયમોની સમીક્ષા જરુરી છે. વિભાગ ક્રીમી લેયર નિર્ધારિત કરવા માટે પારિવારિક આવકની તપાસ કરે છે પરંતુ બે અલગ અલગ સ્કેલમાં.

સૌથી મોટો પ્રોબ્લમ એ છે કે પીએસયૂમાં પદોને ગ્રુપ એ, બી, સી અને ડીમાં વહેંચવામાં નથી આવ્યા અને સરકારી નોકરીઓમાં અલગ-અલગ ગ્રુપોનું પ્રાવધાન છે. ત્યારે આવામાં કન્ફયુઝન ઉભું થાય છે. સરકાર દ્વારા ઉઠાવવામાં આવેલા આ પગલાની કેટલાક લોકો ટીકા કરી રહ્યા છે અને કેટલાક લોકો આનો વિરોધ કરી રહ્યા છે.

(9:49 am IST)