મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

ન્યૂઝિલેન્ડની બે મસ્જિદમાં હુમલો કરી 50 લોકોની હત્યાના આરોપીએ વકીલને હટાવ્યો :કહ્યું , ‘મારો કેસ હું પોતે લડીશ

ટેરેન્ટે પોતે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો.

 

ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં બે મસ્જિદ પર હુમલો કરીને 50 લોકોની હત્યા કરનારા આરોપી બ્રેન્ટન ટેરેન્ટે પોતાના વકીલને હટાવી દીધો છે. હવે તે પોતે પોતાનો કેસ લડશે. સરકારે પહેલા સત્તાવાર રીતે તેને બચાવ માટે વકીલ આપ્યા હતા. પરંતુ  ટેરેન્ટે પોતે કોર્ટ સમક્ષ પોતાનો પક્ષ રજૂ કરવાનો નિર્ણય કર્યો.

  ટેરેન્ટની પહેલી પેશી દરમિયાન તેમની સાથે તેમના વકીલ રિચર્ડ પીટર્સ પણ હાજર હતા. જો કે સોમવારે અહેવાલ આવ્યા કે ટેરેન્ટે પોતાના વકીલને હટાવી દીધા છે. દરમિયાન કેટલાક સંગઠનોએ આશંકા વ્યક્ત કરી કે ટેરેન્ટ કોર્ટનો ઉપયોગ પોતાના અતિવાદી વિચારો રજૂ કરવા માટે પણ કરી શકે છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે જ્યારે પોલીસે ટેરેન્ટને પહેલી વખત કોર્ટમાં રજૂ કર્યો ત્યારે તે હસતો નજરે પડ્યો હતો. બ્રેન્ટન ટેરેન્ટ ઓસ્ટ્રેલિયન મૂળનો ફિટનેસ ઇન્સ્ટ્રકચર છે. કોર્ટમાં તેણે પોતાને ફાસિસ્ટ ગણાવ્યો અને જામીન માટે પણ આગ્રહ કર્યો.

(12:00 am IST)