મુખ્ય સમાચાર
News of Tuesday, 19th March 2019

કાશ્મીરી પંડિતો સાથે અન્યાય થયો છે, ઘરવાપસી થવી જોઈએ : શાહ ફૈઝલ

વર્ષોથી કાશ્મીર વહીવટી નહીં પરંતુ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.:અમારો પક્ષ કાશ્મીરી પંડિતોને ઘરે લાવવાનું કામ કરશે

 

શ્રીનગર : 'જમ્મુ કાશ્મીર પીપલ્સ મૂવમૅન્ટ' બનાવ્યા બાદ 2010ની બૅન્ચના આઈએએસ અધિકારી રહેલા શાહ ફૈઝલનું કહેવું છે કે કાશ્મીર પંડિતો સાથે બળજબરી કરવામાં આવી હતી અને તેમને ન્યાય મળવો જોઈએ. શાહ ફૈઝલે કહે છે કે પરિસ્થિતિ એવી બની ગઈ હતી કે જેના કારણે કાશ્મીર પંડિતોએ પોતાનું ઘર છોડીને જવું પડ્યું.તેઓ કહે છે, "કાશ્મીરી પંડિતોની ઘર વાપસી અમારા માટે એક મોટો મુદ્દો છે અને અમે દિશામાં કામ કરીશું તેમનું ઘરે આવવું ખૂબ જરૂરી છે. અમારો પક્ષ તેમને ઇજ્જત સાથે ઘરે પરત લાવવાનું કામ કરશે.

  અત્રે ઉલ્લેખનીય છે કે રવિવારે શાહ ફૈઝલે શ્રીનગરના ગિંદુન પાર્કમાં આયોજિત કાર્યક્રમમાં ઔપચારિક રીતે પોતાના નવા પક્ષની ઘોષણા કરી હતી.તેઓ કહે છે કે વર્તમાન રાજકીય પરિસ્થિતિમાં તેમના પક્ષની રચનાના દિવસે મળેલું સમર્થન ખૂબ ઉત્સાહવર્ધક છે.

 ફૈઝલ કહે છે કે લેહ અને લદ્દાખથી પણ લોકો શ્રીનગર પહોંચ્યા હતા અને તેમને સમર્થન આપવાની ઘોષણા કરી હતી ફૈઝલ કહે છે કે વર્ષોથી કાશ્મીર વહીવટી નહીં પરંતુ રાજકીય સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.તેમનું કહેવું હતું, "કાશ્મીરમાં નોકરશાહીનું કોઈ સંકટ નથી. રાજ્ય રાજકીય સંકટ વેઠતું આવ્યું છે.રાજકીય દળોના કુશાસનને કારણે આજ કાશ્મીરમાં એવી સ્થિતિ બની ગઈ છે કે જેમાં સામાન્ય લોકો ખાસ કરીને યુવાનો પરેશાનીમાંથી પસાર થઈ રહ્યા છે.

(8:46 am IST)