મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

ધો.૧ થી ૮ સુધી રમત - ગમત અનિવાર્યઃ દરરોજ એક પિરીયડ રાખવા સીબીએસઈનો નિર્ણય

સીબીએસઈએ તમામ શાળાઓને પત્ર લખીને અમલ કરવા જણાવ્યુ

નવી દિલ્હી, તા. ૧૮ : સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન દ્વારા હવે તમામ શાળાઓને ધો.૧ થી ૮ સુધી રમત ગમત ફરજીયાત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

સીબીએસઈએ સંલગ્ન તમામ સ્કુલોને એક પત્ર પાઠવી જણાવ્યુ છે કે ધો.૮ સુધી દરરોજ એક પિરીયડ રમત ગમતનો રાખવા અનુરોધ કર્યો છે. આ માટે સીબીએસઈના ચેરમેન અનિતા કરવાલે સંલગ્ન તંત્રને જાણ કરી છે.

સીબીએસઈ દ્વારા નવા શૈક્ષણિક સત્ર ૨૦૧૯-૨૦થી શરૂ થનાર નવા પરિપત્રનો અમલ કરવામાં આવશે.

(3:55 pm IST)