મુખ્ય સમાચાર
News of Monday, 18th March 2019

૩ થી પ ટકાનો વધારો થઇ શકે છે

ટીવી, ફ્રીજ, એસીના સ્પેર્સ પર વધી શકે છે આયાત ડયુટી

નવી દિલ્હી, તા. ૧૮ : ટીવી સેટના મુખ્ય કમ્પોનન્ટ પર ગયા વર્ષે આયાતડયુટી વધાર્યા પછી, સરકાર હવે એસી., ફ્રીઝ, વોશિંગ મશીન અને માઇક્રોવેવ ઓવન જેવી ગૃહ ઉપયોગી ચીજોના કાચા માલની આયત પર ડયુટી વધારવા વિચારી રહી છે.

જાણવા મળ્યા અનુસાર, વાણિજય મંત્રાલય એસી અને ફ્રીજના કોમ્પેશર અને પ્રીકોટેડ સ્ટીલશીટ તથા કન્ડેન્સરમાં વપરાતી કોપર ટયુબ પર આયાત ડયુટી વધારવાની ભલામણો પર વિચાર કરી રહ્યું છે.

ગયા વર્ષે જ કોમ્પ્રેશર પરની ડયુટી ૭.પ ટકાથી વધારીને ૧૦ ટકા અને ફુલ ફનીનીશ્ડ એસી, ફ્રીજ અને વોશિંગ મશીનની ડયુટી ૧૦ ટકાથી બમણી એટલે કે વીસ ટકા કરાઇ હતી. આના લીધે ઉત્પાદકો ચિંતીત બન્યા છે. તેમનું માનવું છે કે આના કારણે આ સાધનોમાં ૮થી ૧ર ટકાનો ભાવ વધારો થશે.

(11:32 am IST)