મુખ્ય સમાચાર
News of Monday, 19th March 2018

અફઘાનિસ્તાનનું યુગલ મુશ્કેલીમાં :બાળકનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખતા કટ્ટરપંથીઓ દ્વારા ધમકી આપવાનું શરુ કરાયું

ટ્રમ્પની સફળતાથી પ્રેરિત થઇને માતા-પિતાએ બાળકનું આ નામ આપ્યું હતું

કાબુલઃ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને કારણે અફઘાનિસ્તાનનું એક યુગલ મુશ્કેલીમાં મુકાયું છે આ દંપતીએ પોતાના બાળકનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખતા કટ્ટરપંથીઓ દ્વારા ધમકી અપાઈ રહી છે ડોનાલ્ડ ટ્રમ્પની મુસ્લિમ વિરોધી છાપ અને વિઝાની પોલિસીમાં ફેરફારો કરીને અનેક વિઝાધારકોની મુશ્કેલી વધારી દેનારા ડોનાલ્ડ ટ્રમ્પના નામે અફઘાનિસ્તાનના યુગલની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે.
   અફઘાનિસ્તાનના એક દંપતીએ ટ્રમ્પની સફળતાથી પ્રેરિત પોતાના બાળકનું આ નામ આપ્યું હતું. હાલ આ બાળક સોશિયલ મીડિયામાં છવાયેલું છે ત્યારે કટ્ટરપંથીઓએ દંપતીને ધમકીઓ આપવાનું શરૂ કર્યું.છે પોતાના બાળકનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખ્યું હોવાથી સઇદ અસદુલ્લાહ પૂયા અે એની પત્નીને કેટલાક લોકોએ જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સઇદે જણાવ્યું કે કોઇએ તેના બાળકનો ફોટો ફેસબુક પર શેર કર્યા બાદથી લોકોએ નામ પર વાંધો ઉઠાવ્યો હતો.

  અમેરિકામાં 2016માં યોજાયેલ ચૂંટણીના અમુક મહિના બાદ સઇદના ઘરે ત્રીજું બાળક અવતર્યું, જેનું નામ ડોનાલ્ડ ટ્રમ્પ રાખવામાં આવ્યું હતું. સઇદનો પરિવાર અફઘાનિસ્તાનના દાઇકુંડીમાં રહે છે, તેઓ વ્યવસાયે ખેડૂત છે. સઇદે કહ્યું કે તેણે હાઉ ટૂ ગેટ રિચપુસ્તક વાંચ્યું હતું અને જે બાદ ડોનાલ્ડ ટ્રમ્પથી પ્રેરિત થઇ તેણે પોતાના બાળકનું નામ પણ ડોનાલ્ડ ટ્રમ્પ જ રાખી દીધું હતું.

  કાબુલમાં પોપ્યુલેશન રડિસ્ટ્રેશનના સિનિયર એડવાઇઝર રોહુલ્લાહ અહમદજાઇએ આ વિવાદ પર વાત કરતા કહ્યું કે અફઘાનિસ્તાનમાં નવજાત શિશુના પિતા સઇદભાઇએ કોઇપણ પ્રકારના કાયદાનું ઉલ્લંઘન નથી કર્યું. બધાને પોતાના બાળકનું ગમે તે નામ રાખવાનો અધિકાર છે, પછી તે નામ અમેરિકાના પ્રેસિડન્ટનું જ કેમ ના હોય. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના પિતા સઇદે કહ્યું કે તે પોતાના બાળકનું નામ બદલવા માટે બિલકુલ તૈયાર નથી.

(12:00 am IST)