ઉત્તર પ્રદેશમાં ભાજપ નેતાના પુત્રે સરેઆમ બે વિદ્યાર્થીનીને ઉપાડી જવા કોશિષ કરીઃ વિરોધ થતા ખૂલ્લો ગોળીબાર
લખનૌઃ ઉત્તર પ્રદેશના બરૈલી ખાતે સ્ટેડિયમ રોડ ઉપર ભાજપના સભાસદના પુત્રે સરેઆમ પોતાના બે મિત્રો સાથે મળી રસ્તા ઉપરથી સ્કૂલની બે વિદ્યાર્થીનીઓને મોટરમાં ઉપાડી જવા કોશિષ કરતા ખળભળાટ મચી ગયો છે.
પ્રભાતનગરના ભાજપ નેતા ચમન સકસેનાનો પુત્ર પ્રતીક ઉર્ફે યસ સર સેનાએ આગળ પોતાની મોંઘીદાટ લકઝરી મોટર ઉભી રાખી દીધેલ. શનીવારે સાંજે ૭ાા વાગ્યે ૧૦માં ધોરણમાં અભ્યાસ કરતી - વસંત વિહારમાં રહેતા વેપારીની આ પુત્રી તેની બહેનપણી સાથે સ્કૂટી ઉપર કોચીંગ કલાસમાંથી પાછી આવી રહેલ ત્યારે રસ્તામાં ભાજપ નેતાના આ નાલાયક પુત્ર પ્રતિકે સ્કૂટીને આંતરી તેની ચાવી કાઢી આ છોકરીનો હાથ પકડી પોતાની મોટરમાં નાખવા પ્રયાસ કરેલ. આ માસૂમ - ભયભીત બાળાએ સામનો કરતા પ્રતીકે લાયસન્સ વિનાના મનાતા તમંચામાથી ફાયરીંગ કરેલ. પોલીસ વડા જોગેન્દ્રકુમારના કહેવા મુજબ ભાજપ નેતાના પુત્ર સહિત ચારેયની ધરપકડ કરી મોટર કબ્જે લીધી છે અને બે ફરિયાદો દાખલ કરી છે