મુખ્ય સમાચાર
News of Wednesday, 19th February 2020

વડાપ્રધાન મોદી અચાનક ઇન્ડિયા ગેટ પર હુન્નર હાટ પહોંચ્યા : લિટ્ટી ચોખા ખાદ્યા,કુલડીમાં ચા પણ પીધી : લોકોમાં ભારે ઉત્સાહ : સેલ્ફી લીધી

 

નવી દિલ્હી : વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી અચાનક ઈન્ડિયા ગેટ પર હુન્નર હાટમાં પહોંચ્યા હતા અને કોઈપણ પ્રકારની સૂચના વગર અચાનક હુન્નર હાટ પર પીએમ મોદીને જોઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો પીએમએ જાતે પૈસા આપીને લીટી ચોખા ખાદ્યા હતા અને કુલડીમાં ચા પણ પીધી હતી  દ્રશ્યને જોઈને લોકોને વિશ્વાસ નહોતો બેસતો કે વડાપ્રધાન તેઓની વચ્ચે ફરી રહ્યાં છે વડાપ્રધાન સાથે અનેક લોકોએ સેલ્ફી લેવા ઉત્સાહિત થયા હતા અને સેલ્ફી ખેંચી હતી

(9:41 pm IST)