મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

પૈસા બોલતા હૈ... વિવેક ઓબેરોય, અભિજીત, શકિત કપૂર, મહિમા, જેકી શ્રોફ સહિત ૩૬ કલાકારો પૈસા લઇને કોઇપણ પક્ષના ખોળે બેસવા તૈયાર

કોબ્રા પોસ્ટનો ધડાકો

મુંબઇઃ કોબ્રા પોસ્ટનું સ્ટીંગ ઓપરેશનઃ ભારતીય મનોરંજન ઉદ્યોગની ૩૬ હસ્તીઓ સામે કરી કાર્યવાહીઃ પૈસા લઇને કોઇપણ પક્ષનો સોશ્યલ મીડિયામાં ચૂંટણી પ્રચાર કરવા માટે તૈયારઃ આ કલાકારોમાં ટીવી અને ફિલ્મના કલાકારો, ગાયકો, કોમેડીયનો વગેરેનો સમાવેશઃ સની લિયોન, વિવેક ઓબેરોય, જેકી શ્રોફ, તીસ્તા ચોપડા, શકિત કપૂર, સોનુ સુદ, શ્રેયાંસ તળપદે, મહિમા ચૌધરી, પુનિત ઇન્સાર, પંકજ ધીર, સુરેન્દ્ર પાલ, રોહિત રોય, રાહુલ ભટ્ટ, રાખી સાવંત, હિતેન તેજવાણી, પુનમ પાંડે સહિતનો સમાવેશઃ અન્ય નામોમાં ગાયક અભિજીત, કૈલાશ ખૈર, મીકા સિંઘ, બાબા સેહગલઃ કોમેડીયનમાં રાજુ શ્રીવાસ્તવ, સુનીલ પાલ, રાજપાલ યાદવ વગેરેનો સમાવેશઃ આ બધાએ કેમેરા સામે પૈસાના બદલામાં કોઇપણ પક્ષનો પ્રચાર કરવા તૈયારી બતાવીઃ કોરિયોગ્રાફર ગણેશ આચાર્ય પણ સ્ટીંગ ઓપરેશનમાં ઝડપાયો

(4:16 pm IST)