મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

ક્રેડાઈ શહીદ જવાનોના કુટુંબોને મકાન આપશે

ટુ બીએચકેના મકાનો પુરા પડાશે

નવીદિલ્હી, તા. ૧૮ : રિયલ એસ્ટેટ કંપનીઓમાં ટોપની કંપની એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જમ્મુ-કાશ્મીરના પુલવામમાં શહીદ થયેલા જવાનોના પરિવારને ટુ બીએચકે આવાસ આપવાની મોટી જાહેરાત કરી છે. આ સંસ્થાએ કહ્યું છે કે આ સંદર્ભમાં તમામ માહિતી એકત્રિત કરવામાં આવી રહી છે. ક્રેડાઈના અધ્યક્ષ જે શાહે કહ્યું હતું કે શોકમાં ડુબેલા પરિવારોના સમર્થન માટે તેઓ આ નિર્ણય લઈ રહ્યા છે. શહીદોના પોતાના રાજ્યમાં અથવા તો શહેરમાં બે રૂમના મકાન આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તમામ ૧૨૫૦૦ સભ્ય દુખી પરિવારો માટે પ્રાર્થના કરે છે. ભારતમાં ખાનગી રિયલ એસ્ટેટ કંપનીમાં ક્રેડાઈ ટોપ ઉપર છે. તેમાં દેશભરના ૨૩ રાજ્યો અને ૨૦૩ શહેરોમાં કંપનીઓ જોડાયેલી છે. શહીદ જવાનોના પરિવાર માટે દેશભરમાં લોકો આગળ આવી રહ્યા છે.

 

 

 

(12:00 am IST)