મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

ગાજી આકા મસૂદ અઝહરના ઈશારે સતત સક્રિય રહેતો હતો

કુખ્યાત ગાજી બોમ્મ બનાવવામાં નિષ્ણાત હતો : સીઆરપીએફ કાફલામાં હુમલો કરનારા આદિલ દારને ટ્રેનિંગ પણ ગાજીએ આપી હતી : મસૂદનો વિશ્વાસુ હતો

શ્રીનગર,તા. ૧૮ : સીઆરપીએફ કાફલા પર આત્મઘાતી હુમલો આદિલદારે કર્યો હતો પરંતુ આ હુમલા માટેની સમગ્ર યોજના માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ ગાજી ઉર્ફે કામરાન દ્વારા ઘડી કાઢવામાં આવી હતી. માસ્ટર માઈન્ડ અબ્દુલ રશીદ ગાજી પુલવામાના પીંગલીના ક્ષેત્રમાં છુપાયો હોવાની બાતમી બાદ આ સમગ્ર ઓપરેશન હાથ ધરાયું હતું. અબ્દુલ રશીદ ગાજી ઉર્ફે કામરાન એ આતંકવાદી શખ્સ હતો જે સીઆરપીએફ જવાનોના કાફલા પર કરાયેલા હુમલામાં મુખ્ય માસ્ટર માઈન્ડ હતો. જૈશે મોહંમદના ટોપ કમાન્ડર ગાજીએ પાકિસ્તાનમાં બેઠેલા પોતાના આકા અને જૈશના લીડર મૌલાના મસૂદ અઝહરના ઈશારે આ હુમલાને અંજામ આપ્યો હતો. ગાજીએ જ હુમલાનું કાવતરું ઘડ્યું હતું. તે મસુદ અઝહરના જમણા હાથ તરીકે હતો. અફઘાનિસ્તાનમાં લડનાર ગાજી આઈઈડી બનાવવામાં નિષ્ણાત હતો. આ શખ્સે આત્મઘાતી હુમલાખોર આદિલદારને હુમલા માટે ટ્રેનિંગ આપી આપી હતી. ગાજીને યુદ્ધ ટેકનોલોજી અને આઈઈડી બનાવવા માટે તાલિબાનમાં ટ્રેનિંગ મળી હતી. આજ કામ માટે તેના પર જૈશે મોહંમદે વિશ્વાસ મુક્યો હતો. એફએટીએ અને ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં નાટો દળો સામે લડ્યા બાદ ગાજી ૨૦૧૧માં પોકમાં પરત ફર્યો હતો. ત્યારબાદ તે પોકમાં આઈએસઆી અને જૈશના કેમ્પમાં દેખાતો હતો. હુમલાની યોજના જૈશે મોહંમદના નિષ્ણાત ગાજી ઉપર હતી. સરહદ પાર કરીને કાશ્મીરમાં ઘુસી ગયા બાદથી તે દક્ષિણ કાશ્મીરના પુલવામા, અવંતીપુરા અને ત્રાલમાં સક્રિય હતો. ત્રાલ વિસ્તારમાં મિદુરા ખાતેના હુમલાાં પણ તેની સંડોવણી હતી. જમ્મુ કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના કાફલા ઉપર કરવામાં આવેલા ભીષણ આત્મઘાતી હુમલામાં માસ્ટર માઇન્ડની ભૂમિકા અદા કરનાર કુખ્યાત ત્રાસવાદી અબ્દુલ રશીદ ગાઝી હાલમાં કાશ્મીર ખીણમાં જ છુપાયેલો હોવાના અહેવાલ મળી રહ્યા હતા. તેમને પકડી પાડવા માટે વ્યાપક દરોડાની કામગીરી ચાલી રહી હતી. આજે સવારે મોટી સફળતા મળી હતી. સીઆરપીએફના કાફલા ઉપર આત્મઘાતી હુમલો સીધીરીતે ૨૧ વર્ષીય બોંબર આદિલ અહેમદ દારે કર્યો હતો જેમાં ૪૦થી વધુ સીઆરપીએફના જવાનો શહીદ થઇ ગયા હતા પરંતુ આ હુમલામાં માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકા અબ્દુલ રશીદ ગાઝી દ્વારા અદા કરવામાં આવી હતી. ત્રીજી જાન્યુઆરીના દિવસે ટોપ કમાન્ડર પુલવામામાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. ૯મી ડિસેમ્બરના દિવસે જ તે સરહદ પાર કરીને કાશ્મીરમાં ઘુસી ગયો હતો.

 ગાઝી જૈશના ટોપ લીડર મસુદ અઝહરના સૌથી વિશ્વસનીય શખ્સ પૈકી એક  હતો. જેશના ગાઝીને યુદ્ધ ટેકનોલોજી અને આઈઇડી બનાવવા માટેની ટ્રેનિંગ તાલિબાનમાં મળી હતીસુરક્ષા દળો દ્વારા મસુદ અઝહરના ભત્રીજા ઉસ્માનને ઠાર મારી દેવામાં આવ્યા બાદ ગાઝીને મોકલવામાં આવ્યો હતો. ડિસેમ્બરમાં કાશ્મીરમાં ઘુસી ગયા બાદથી તે જુદા જુદા ઓપરેશનની જવાબદારી સંભાળી રહ્યો હતો. આતંકવાદીઓએ નવમી ફેબ્રુઆરીના દિવસે સંસદ પર હુમલાના માસ્ટર માઈન્ડ અફઝલ ગુરુની વરશીના દિવસે જ નાપાક ઈરાદાઓને અંજામ આપવા માટે કાવતરા ઘડવાની શરૂઆત કરી હતી.

 

(12:00 am IST)