મુખ્ય સમાચાર
News of Tuesday, 19th February 2019

અમેરિકામાં કાર ક્રેશ પ્રકરણમાં ૨૬૩ કરોડનું વળતર ચૂકવવા કંપનીને આદેશ

નવી દિલ્હી :અમેરિકામાં રહેતી એક મહિલાને સ્થાનીક કોર્ટે કાર ક્રેશ મુદ્દે 263 કરોડ રૂપિયાનું વળતર ચુકવવાનો ચુકાદો આપ્યો છે. ઉબર કેબમાં ટ્રાવેલ કરી રહેલી મહિલાએ કાર ક્રેશ બાદ હોન્ડા કંપની પર કેસ દાખલ કર્યો હતો. મહિલા કાર ક્રેશમાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઇ હતી અને ત્યાર બાદ પેરેલાઇજ્ડ થઇ ગઇ હતી. ટેક્સાસની રહેવાસી 27 વર્ષની સારા મિલબર્ને હોંડા કંપની પર સીટ બેલ્ટ મુદ્દે કેસ દાખલ કર્યો હતો.

કાર ક્રેશની ઘટના 2015માં બની હતી. ઉબર કાર રેડ લાઇટ પાર કરવા દરમિયાન દુર્ઘટનાનો શિકાર બની હતી. મહિલા Honda Odyssey કારમાં મુસાફરી કરી રહી હતી. ત્યારે એક પિક અપ ટ્રકે ગાડીને ટક્કર મારી દીધી હતી. પિકઅપ ટ્રક મહિલાની કાર ઉપર આવી ગયો હતો. જો કે કારનો દાવો હતો કે મહિલાએ યોગ્ય રીતે સીટ બેલ્ટ પહેરેલો નહોતો. અને ચુકાદા વિરુદ્ધ અપીલ કરવામાં આવશે.

વ્હીલ ચેર પર રહેવા માટે મજબુર થયેલી યુવતીએ કહ્યું કે, તેને આ ખુરશી પર ખાસ કારણથી બેસાડવામાં આવી છે, જેથી હવે કંપનીને દંડ થાય તે જરૂરી છે જેથી આવું અન્ય કોઇ વ્યક્તિ સાથે ન થાય .વકીલ જીમ મિશેલે જણાવ્યું કે, મહિલાની ગરદન તુટી ગઇ હતી. વકીલે કોર્ટમાં આરોપ લગાવ્યો કે કંપનીએ ખોટી રીતે સીટબેલ્ટ ડિઝાઇન કર્યો હતો. એક નિષ્ણાંતે કોર્ટમાં જણાવ્યું કે, માત્ર 10 ટકા લોકો જ કંપનીની બનાવેલ સીટ બેલ્ટને યોગ્ય રીતે પહેરી શક્યા હતા.

(12:00 am IST)