મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

ટંગધારમાં સેના મેજરની આત્મહત્યા

કુપવાડામાં સેનાએ આતંકવાદીઓની આઇઇડી નસ્ટ કરી

જન્મુ તા. ૧૯ : કાશ્મીરના ટંગધાર વિસ્તારમાં એક સેના મેજરે જાતે જ ગોળી મારી આત્મ હત્યા કરી લીધી છે. ઘટના બાદ સેનાના જવાનો તેમને હોસ્પિટલે લઇ ગયા હતા. જયાં અન્ય ઔપચારિક વિધિ પુરીકરી મામલાની તપાસ આદરવામાં આવી છે.

ત્યારે બીજી તરફ સેનાએ કુપવાડામાં આતંકવાદીઓએ લગાવેલ આઇઇડી નસ્ટ કરી નાખી છે. સુરક્ષાદળોની આ કાર્યવાહીથી આતંકી સંગઠનો દંગ રહી ગયા છે. હાઇવે પર પસાર થઇ રહેલાઓની તપાસ ચાલી રહી હતી લોનહારે વિસ્તારમાં એક યુવક પાસે શંકાસ્પદ બેગ મળી આવી હતી.

(3:00 pm IST)