મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

૨૦મી જાન્યુઆરીએ આઠ વાગ્યે ટ્રમ્પ વ્હાઇટ હાઉસ છોડશે

તે પહેલા ડોનાલ્ડ ટ્રમ્પ ૧૦૦ ગુનેગારોને માફી આપશે

વોશિંગ્ટન, તા. ૧૯: ડોનાલ્ડ ટ્રમ્પનો કાર્યકાળ પૂરો થવામાં ગણતરીની કલાકો બાકી રહી છે. રીપોર્ટમાં દાવો થયો છે એ પ્રમાણે પ્રમુખ ટ્રમ્પ ૨૦મી જાન્યુઆરીએ સવારે આઠ વાગ્યે વ્હાઈટ હાઉસ અને વોશિંગ્ટન છોડી દેશે. તે પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ૧૦૦ ગુનેગારોને માફી આપશે. વહેલી સવારે છથી સાત વાગ્યા સુધી વ્હાઈટ હાઉસમાં ટ્રમ્પનો વિદાય સમારંભ યોજાશે. તે પછી અમેરિકન પ્રેસિડેન્ટ્સની પરંપરા પ્રમાણે ગુનેગારોને માફી આપવામાં આવતી હોય છે. રીપોર્ટમાં તો એવો પણ દાવો થઈ રહ્યો છે કે ટ્રમ્પ કેપિટલ હિલમાં થયેલી હિંસા બાબતે ખુદને જ માફી આપી દેશે, જોકે, તે બાબતે કોઈ સત્ત્।ાવાર જાણકારી મળી ન હતી. વ્હાઈટ કોલર ક્રિમિનલ્સ, હાઈ પ્રોફાઈલ રેપ કેસના બળાત્કારીઓ અને તે સિવાયના ઘણાં ગુનેગારોનું લિસ્ટ બનાવાયું છે, જેને ટ્રમ્પ માફી આપશે.

(10:34 am IST)