મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

ભારતને ૧ કરોડ કોરોના વેકસીન મફતમાં આપશે સીરમ ઇન્સ્ટીટ્યુટ

આ સમયે કંપનીના સ્ટોકમાં ૫.૩ કરોડ વેકસીન ડોઝ છે

નવી દિલ્હી,તા.૧૯: ભારતમાં વિશ્વનું સૌથી મોટું કોરોના રસીકરણ અભિયાન શરૃં થઈ ચૂકયું છે. અત્યાર સુધીમાં ત્રણ લાખથી વધારે લોકોને વેકસીનેશન કરવામાં આવ્યું છે. હવે સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે સીરમ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઇન્ડિયા દેશને ૧ કરોડ વેકસીનના ડોઝ ફ્રીમાં ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. વેકસીન ડોઝ સીરમ ઇન્સ્ટીટ્યૂટ COVAX ફેસિલિટી અંતર્ગત ઉપલબ્ધ કરાવશે.

સોમવારે થયેલી ટોપ લેવલની મિટિંગ દરમિયાન સીરમ ઇન્સ્ટીટ્યૂટે વળતરના મુદ્દાને એકવાર ફરીથી ઉઠાવ્યો છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર વેકસીન ખરીદવાના નિયમ પ્રમાણે સાઈડ ઇફેકટ્સની સ્થિતિમાં કંપની આખો ખર્ચો ઉપાડશે. આ નિયમ સિરમ ઇન્સ્ટીટ્યૂટ અને ભારત અને બાયોટેક બંને વેકસીન માટે રાખી છે.

જાણકારી પ્રમાણે સિરમ ઇન્સ્ટીટ્યૂટના સીઈઓ અદાર પૂનાવાલાએ કહ્યું કે વેકસીનના સંબંધમાં આવનારી વિષમ પરિસ્થિતિઓના સમયમાં કંપનીને સંરક્ષણ આપવાની જરૂર છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ પ્રમાણે સરકાર દ્વારા ખરીદાયેલા ૧.૧ કરોડ ડોઝની આપૂર્તિ કરવામાં આવી ચૂકી છે.

આ સમયે કંપનીના સ્ટોકમાં ૫.૩ કરોડ વેકસીન ડોઝ છે. જેને સેન્ટ્રલ ડ્રગ લેબ દ્વારા કિલયર કરવામાં આવી ચૂકયા ચે. આમાંથી આશરે અઢી કરોડ ડોઝ એકસપોર્ટ કરવામાં આવ્યા છે જયારે અઢી કરોડ ડોઝ ભારત માટે અલોટ છે.

બેઠકની જાણકારી આપનારા સૂત્રો પ્રમાણે ભારત બાયોટેક આગામી કેટલાક સમયમાં મ્યામાર, મંગોલિયા, ઓમાન, બહરીન, ફિલિપીન્સ, માલદીવ્સ, મોરિશસ જેવા દેશોને ૮.૧ લાખ વેકસીન ડોઝ ઉપલબ્ધ કરાવશે.

આ પહેલા ૧૫ જાન્યુઆરીએ કોરોના નેશનલ એકસપર્ટ ગ્રૂપની બેઠકમાં અન્ય દેશોની મદદ ઉપર પણ ચર્ચા કરવામાં આવી હતી. આ બેઠકમાં નક્કી થયું હતું કે, અન્ય દેશોની મદદ કરવા માટે વેકસીન ડોઝની ખરીદી વિદેશ મંત્રાલય દ્વારા કરવામાં આવશે.

(10:34 am IST)