મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

રાજસ્થાને રાત્રિ કરફયૂ ઉઠાવી લીધો

જયપુર,તા.૧૯:રાજસ્થાન સરકારે સોમવારથી રાજયમાં રાત્રિ કરફ્યૂ ઉઠાવી લેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. મુખ્ય પ્રધાન અશોક ગહલોતે જણાવ્યું હતું કે કોવિડ-૧૯ માટેની સમીક્ષાની બેઠકમાં તબક્કાવાર રીતે છૂટછાટ આપવાના હેતુએ રાત્રી કરફયૂ હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જોકે, લોકોએ માર્ગદર્શિકાનું પાલન કરવાનું રહેશે અન્યથા કોરોનાના કેસમાં ફરી વધારો થશે.

આ અગાઉ રાજય સરકારે ૨૧ નવેમ્બરથી રાત્રે ૮ વાગ્યાથી સવારે ૬ વાગ્યા સુધી રાત્રી કરફ્યૂ લાદવાનો નિર્ણય લીધો હતો. શરૂઆતમાં કરફ્યૂ જયપુર, જોધપુર, કોટા, બીકાનેર, ઉદયપુર, અજમેર, અલવર અને ભિલવાડામાં લાદવામાં આવ્યો હતો, પણ થોડા દિવસ બાદ નાગૌર, પાલી ટોન્ક, સીકર અને ગંગાનગરમાં પણ કરફયૂ લાદવામાં આવ્યો હતો.

(10:32 am IST)