શ્રીનગરમાં ઠંડી માઈનસ ૬.૪ ડીગ્રી
શ્રીનગર,તા. ૧૯: જમ્મુ-કાશ્મીરની રાજધાની શ્રીનગરમાં અગાઉના દિવસના માઈનસ ૭.૬ ડિગ્રી તાપમાનની સરખામણીએ રવિવારે માઈનસ ૬.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
વાર્ષિક અમરનાથ યાત્રાનો બેઝ કેમ્પ ગણાતા પહેલગામમાં પણ અગાઉની રાત્રીના ૮.૭ ડિગ્રી તાપમાનની સરખામણીએ રવિવારે માઈનસ ૬.૮ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ઉત્ત્।ર કાશ્મીરના કુપવાડામાં માઈનસ ૫.૨ ડિગ્રી તો દક્ષિણ કાશ્મીરના કોકરનાગમાં માઈનસ ૬.૯ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
દરમિયાન, રાજસ્થાનના જેસલમેર, પિલાની, બિકાનેર, ચુરુ, અલવર અને જયપુરમાં અનુક્રમે ૭.૩, ૭.૪, ૮.૫, ૮.૬, ૮.૮ અને ૧૦.૪ ડિગ્રી તાપમાન નોંધાયું હતું.લદ્યુતમ તાપમાન ૧૦ ડિગ્રી કરતાં ઓછું અને ગુરુતમ તાપમાન સામાન્ય કરતા ઓછામાં ઓછું ૪.૫ ડિગ્રી ઓછું હોય તેને શીત દિવસ ગણવામાં આવે છે.
ઉત્ત્।ર પ્રદેશના ફૂરસતગંજ (રાયબરેલી) ખાતે લધુતમ તાપમાન ૩.૬ ડિગ્રી તો ઝાંસીમાં ગુરુતમ તાપમાન ૨૨.૫ ડિગ્રી નોંધાયું હતું.