મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

ગુજરાતી કોમેડિયન મનવ્વર ફારુકી સામે હવે યુપીમાં ગાળિયો કસાયો: પ્રયાગરાજ કોર્ટે વોરન્ટ ઇશ્યુ કર્યું

મધ્યપ્રદેશના જેલમાંથી છૂટ્યો નથી. ત્યાં યુપીમાં પણ તેના નામે પ્રોડક્શન વોરન્ટ ઇશ્યું થયું

લખનઉઃ ગુજરાતી કોમેડિયન મુનવ્વર ફારુકી હજુ મધ્યપ્રદેશના જેલમાંથી છૂટ્યો નથી. ત્યાં યુપીમાં પણ તેના નામે પ્રોડક્શન વોરન્ટ ઇશ્યું થઇ ગયો છે. ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં ગત વર્ષે એપ્રિલમાં મુનવ્વર સામે એક કેસ નોંધાયો હતો. તે અંગે યુપી પોલીસ હવે એક્શનમાં આવી છે.મીડિયા અહેવાલ મુજબ પ્રયાગરાજમાં મુનવ્વર સામે 19 એપ્રિલે સ્થાનિક વકીલ આશુતોષ મિશ્રાની ફરિયાદના આધારે જોર્જ ટાઉન પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો.

સ્ટેશના SHO શિશુપાલ શર્માએ કહ્યું કે પ્રયાગરાજની નીચલી કોર્ટમાંથી મુનવ્જાવર સામે જારી કરાયેલ  વોરન્ટ શનિવારે ઇન્દૌરની ચીફ જ્યુડિશિયલ કોર્ટ અને ઇન્દૌર સેન્ટ્રલ જેલમાં રજુ કરાયો હતો. જો કે અહીં હાલ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે  હિન્દુ દેવી-દેવતાઓના અપમાનના આરોપમાં મુનવ્વર ફારુકી એક જાન્યુઆરીથી ઇન્દૌરીની સેન્ટ્રલ જેલમાં બંધ છે. બે દિવસ પહેલાં તેની જામીન અરજીની સુનાવણી થવાની હતી.

 

અન્ય એક મીડિયા અહેવાલમાં જણાવ્યા મુજબ ઇન્દૌર જ્લ સુપ્રિન્ટેન્ડેન્ટે યુપીમાંથી જારી વોરન્ટ મળવાનો ઇનકાર કર્યો છે.

ઇન્દૌર પોલીસનું કહેવું છે કે ફરિયાદ કરનારાઓએ આરોપ મૂક્યો છે કે તેમને સોશિયલ મીડિયા પર એક વીડિયો મળ્યો હતો. જેમાં ફારુકી  કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહ વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી છે.

તેમજ સમુદાયો વચ્ચે નફરત ફેલાવવાની કોશીશ કરી છે. મુનવ્વર પર હિન્દુ દેવી-દેવતાઓના અપમાનનો પણ આરોપ છે.

પોલીસ કેસ ડાયરી લઇને નહીં પહોંચતા હાઇકોર્ટ 15 જ્ન્યુઆરીએ સુનાવણી એક સપ્તાહ ટાળી ધીધી. હવે એવું લાગે છે કે ફારુકી સામે બરોબર ગાળિયો કસાયો છે. જો તે ઇન્દૌરમાં જામીન મેળવી લેશે તો યુપી પોલીસ તેને (Gujarati comedian Munvvar) પકડી લે તો નવાઇ નહીં.

(12:00 am IST)