મુખ્ય સમાચાર
News of Tuesday, 19th January 2021

હવે ડ્રાઈવર વગરની કાર હવામાં ઉડાવશે : જનરલ મોટર્સે ઉડતી અને ઉતરાણ કરતી કોન્સેપ્ટ કાર રજૂ કરી

કૈડિલેક કાર યાત્રીઓને ડાયરેક હવામાં લઈ જઈ અને ફરીથી જમીન ઉપર ઉતારી શકે

કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ શો (સીઈએસ) 2021માં, જનરલ મોટર્સે ભવિષ્યની ઉડતી અને ઉતરાણ કરતી કોન્સેપ્ટ કાર રજૂ કરી હતી. આ કોન્સેપ્ટ કારનું નામ કેડિલેક છે. કોરોના મહામારીના કારણે આ વર્ષ સીઈએસનું આયોજન વર્ચ્યુઅલ રીતે થઈ રહ્યું છે. કૈડિલેક પોતાના યાત્રીઓને ડાયરેક હવામાં લઈ જઈ શકે છે અને ફરીથી જમીન ઉપર ઉતારી શકે છે, આ બધુ ડ્રાઈવર વગર શક્ય છે. જનરલ મોટર્સના એક વરિષ્ઠ અધિકારીએ આ સિદ્ધાંતને “વ્યક્તિગત પરિવહનના ભવિષ્યને ફરીથી વ્યાખ્યાયિત કરનાર” ગણાવ્યું છે. ઉડનાર કાર કેડિલેકમાં એક મુસાફર મુસાફરી કરી શકે છે, ટેકનિકલી આ જમીન ઉપરથી ડાયરેક ઉડી શકે છે

કારની સ્પીડ 88.5 કિલોમીટર સુધી જઈ શકે છે. કાર બધી જ રીતે પોતાની રીતે ચાલનારી અને ઈલેક્ટ્રિક છે, જેમાં 90 કિલોવોટની મોટર લાગેલી છે. ઉડનાર કેડિલેકને કંપનીના મુખ્ય કાર્યકારી મેરી બર્રાએ એક વીડિયો દ્વારા રજૂ કરી છે. કંપનીએ પરિવાર માટે અનુકૂળ એક ઈલેક્ટ્રિક ગાડી પણ રજૂ કરી છે.

 મેરી બર્રાએ પાછલા વર્ષે જણાવ્યું કે, તેમની કંપની હવાઈ પરિવહનના રૂપમાં આવી રીતના વૈકલ્પિક પરિવહન સાધનો ઉપર કામ કરી રહી છે. જનરલ મોટર્સના ડિઝાઈન પ્રમુખ માઈક સિમકોય અનુસાર, “વર્ટિકલ ટેક-ઓફ અને લેન્ડિંગ (વીટીઓએલ) ભવિષ્ય માટે જનરલ મોટર્સની દષ્ટિની ચાવી છે.” ઉડનાર કેડિલેડની બોડી ખુબ જ ઓછા વજનવાળી હશે,જેમાં જીએમ અલ્ટિયમ બેટરી પેક છે અને જેમાં ચાર રોટર લગાવવામાં આવ્યા છે. કારની આગળ અને પાછળ સ્લાઈડિંગ દરવાજા આપવામાં આવ્યા છે. કારમાં બાયોમીટ્રિક સેન્સર, વોઈસ કંટ્રોલ અને હાથના ઈશારો સમજનાર સિસ્ટમ આપવામાં આવી છે. કારનો વીડિયો રજૂ કરતી વખતે જણાવ્યું કે, આ ટૂંક જ સમયમાં આવનાર છે. કંપનીએ ઉડનાર કેડિલેક વિશે વધારે માહિતી આપવાથી ઇનકાર કર્યો હતો.

ઉબેર, ટોયોટા, હ્યૂંડઈ સહિત અન્ય કંપનીઓ પણ ઉડનાર કારો પર કામ કરી રહી છે. કેટલાક સ્ટાર્ટઅપ પણ આવી રીતની કારો પર કામ કરી રહ્યાં છે.

(9:43 am IST)