મુખ્ય સમાચાર
News of Sunday, 19th January 2020

ઉત્તરાખંડમાં હવે રેલવે સ્ટેશનોનાં નામ બદલાવશે નહિ પણ સાઈનબોર્ડ ઉર્દુનાં સ્થાને સંસ્કૃતમાં લખાશે

નોર્ધન રેલવેએ સાઇન બોર્ડ પર ઉર્દુનાં સ્થાને સંસ્કૃતમાં નામ લાખવાનો નિર્ણય કર્યો

દહેરાદુન : ઉત્તરાખંડમાં રેલવે સ્ટેશન પર જે સાઇનબોર્ડ લગાવવામાં આવ્યા છે,તે સ્ટેશનનું નામ હિંદી, અંગ્રેજી, અને ઉર્દુમાં લખાયેલા નજર આવે છે,પરંતું હવે આગામી દિવસોમાં દેવભુમીનાં રેલવે સ્ટેશન પર સાઈનબોર્ડ ઉર્દૂના સ્થાને સંસ્કૃતમાં લખાશે

હવે નોર્ધન રેલવેએ સાઇન બોર્ડ પર ઉર્દુનાં સ્થાને સંસ્કૃતમાં નામ લાખવાનો નિર્ણય કર્યો છે. અહીં તે જોવું મહત્વનું છે

નોર્ધન રેલવેનાં જનસંપર્ક અધિકારીએ કહ્યું કે રેલવે મેન્યુએલ મુજબ પ્લેટફોર્મનાં સાઇન બોર્ડ પર હિંદી અને અંગ્રેજી બાદ સંબંધીત રાજ્યની બીજી સત્તાવાર ભાષામાં લખાય છે.

જો ઉત્તરાખંડની વાત કરીએ તો આ રાજ્યની સત્તાવાર ભાષા હિંદી બાદ સંસ્કૃત હોવાથી રાજ્યની સત્તાવાર ભાષા મુજબ આ નિર્ણય કરાયો છે.

(9:06 pm IST)