મુખ્ય સમાચાર
News of Friday, 19th January 2018

ચૂંટણી પંચે 'આપ'ના 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા મામલે ગુજરાતી વકીલ પ્રશાંત પટેલની મહત્વની ભૂમિકા

નવી દિલ્હી :દિલ્હીમાં આમ આદમી પાર્ટીના 20 ધારાસભ્યોને સંસદીય સચિવ બનાવ્યા બાદ આપ ધારાસભ્યોની મુશ્કેલી વધી હતી ચૂંટણી પંચે 20 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યાં હતા જોકે તમામ ધારાસભ્યોના ભાવિનો અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિ લઈ શકે છે.

 આમ આદમી પાર્ટીને હાલતમાં લાવનારા શખ્સનું નામ છે પ્રશાંત પટેલ.જેમના કારણે આમ આદમી પાર્ટીના 21 ધારાસભ્યોની સદસ્યતા પર છેલ્લા બે વર્ષથી ખતરો મંડરાઈ રહ્યો હતો.એક NGO તરફથી હાઈકોર્ટમાં નિયુક્તિને પડકારાઈ હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે સંસદીય સચિવના પદ પર આપના 21 ધારાસભ્યોની નિયુક્તિ ગેરબંધારણીય છે.

ત્યાર બાદ વકીલ પ્રશાંત પટેલે રાષ્ટ્રપતિની પાસે એક યાચિકા દાખલ કરી હતી. પ્રશાંત પટેલની યાચિકા પર કેજરીવાલ સરકારને ઝાટકો લાગ્યો હતો. હાઈકોર્ટે દિલ્હી સરકારની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો.

  રાષ્ટ્રપતિને અપાયેલી યાચિકામાં કહેવાયું હતું કે સંસદીય સચિવ સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યાં છે. તેમને મંત્રીની ઓફિસમાં જગ્યા અપાઈ છે. આમ તેઓ લાભના પદ પર છે.

 સંવિધાનની કલમ 191 હેઠળ અને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર એક્ટ 1991ની ધારા 15 મુજબ જો કોઈ વ્યક્તિ લાભના પદ પર છે તો તેમની સદસ્યતા ખત્મ થઈ જાય છે.

 સંસદીય સચિવ શબ્દ દિલ્હી વિધાનસભાની નિયમાવલીમાં છે નહીં. ત્યાં માત્ર મંત્રી શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

  દિલ્હી વિધાનસભાએ સંસદીય સચિવને લાભના પદથી બહાર રાખ્યા નથી.

(11:14 pm IST)