News of Monday, 18th November 2019
નવા યુનિફોર્મમાં જોવા મળ્યા રાજયસભાના માર્શલઃ કલગીદાર પાઘડીની જગ્યાએ લગાવી ‘પી કેપ''
રાજયસભાના સભાપતિ વેંકૈયા નાયડૂ પાસે ઉભા રહેનાર માર્શલોના યુનીફોર્મ બદલાઇ ગયા છે.
રાજયસભાના રપ૦ મા સત્રમાં માર્શલો એ ઘેરા નીલા રંગની વર્દી સાથે માથા પર કલગીદાર પાઘડીને બદલે નીલા રંગની પી-કેપ લગાવી.
રિપોર્ટ મુજબ ઘણા દાયકાઓથી ચાલી રહેલા ડ્રેસ કોડની બદલવાની માંગ માર્શલો એજ કરી હતી. માર્શલોએ આ બદલાવથી ખુશી જાહેર કરી છે.
(11:08 pm IST)