મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

કાલાવડ પંથકના નરાધમને પોક્સો એક્ટ હેઠળ આજીવન સખત કેદની સજા ફરમાવતી કોર્ટ

કાલાવડના ખંઢેરા ગામના દોષિતને 25 હજારનો દંડ પણ ફટકાર્યો

( મુકુંદભાઈ બદીયાણી દ્વારા ) જામનગર : જામનગર જિલ્લામાં પોક્સો એક્ટ હેઠળ દોષિતને આજીવન કેદની સજા ફટકારાઇ છે સાથે 25 હજારનો દંડ કરવા કોર્ટે હુકમ કર્યો છે આરોપી મુન્નાભાઈ નાથાભાઈ ખીમલાણી ( ઉ,વ, 35 ) ( રહે, નાગપુર ગામના રસ્તે ,હોટલ પાછળ ખંઢેરા ,તા, કાલાવડ ) ને કલમ -235(2 ) અન્વયે ઈ,પી,કોડ કલમ 376 જે એન,તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સયુઅલ ઓફેન્સિસ એક્ટ -2012ની કલમ 4 અને 6ના ગુન્હામાં તકસીરવાન ઠરાવી અનુક્રમે ઈ,પી,કોડ 376 જે એન,ના ગુન્હામાં સખ્ત આજીવન ( મૃત્યુ થતા સુધી )કેદની સજા અને 25 હજારનો રોકડ દંડ અને જો રોકડ દંડ વસુલ આપવામાં નિષ્ફ્ળ જાય તો વધુ છ મહિનાની સાદી કેદની સજા ફટકારી છે

                   પો,કે,સો,એક્ટ કલમ-4ના ગુન્હામાં 7 વર્ષની સખ્ત કેદ અને 10 હજાર રોકડ દંડ.જો રોકડ વસુલ આપવામાં નિષ્ફળ જાય તો વધુ ત્રણ માસની સાદી કેદની સજા તથા પો,કે,સો,એક્ટ કલમ-6 ના ગુનામાં 10 વર્ષની સખ્ત કેદ અને 25 હજારનો દંડ  અને જો રોકડ દંડ ભરવામાં નિષ્ફળ જાય તો વધુ છ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કરવામાં આવેલ છે

આરોપીને કરવામાં આવેલ જેલ સજા હુકમ એકીસાથે ચાલશે આરોપીને કલમ 428અન્વયે જેલ કસ્ટડીમાં દિવસો આ સજા હુકમ સામે મજરે મળશે

(9:20 pm IST)