મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

ઓટો અને આઇટી ઇન્ડસ્ટ્રીઝમાં તેજીથી બદલાવઃ નવી ટેકનિકથી કારના માલિકને તેની કાર ઓળખી જશે પછી જ સ્ટાર્ટ થશે

નવી દિલ્હી :ઓટો અને આઈટી ઈન્ડસ્ટ્રીઝમાં તેજીથી બદલાવ આવી રહ્યાં છે. રોજ નવી નવી ટેકનિક આવી રહી છે, લોકો વધુને વધુ સ્માર્ટબની રહ્યાં છે. હવે સ્માર્ટ દુનિયામાં તમારી કાર પણ સ્માર્ટ થવા જઈ રહી છે. હવે દિવસો દૂર નહિ હોય જ્યાં કારના માલિકને તેની કાર ઓળખી જશે અને માલિકની ઓળખ થતા બાદ તરત કાર સ્ટાર્ટ થઈ જશે. એટલું નહિ, તમારો સ્માર્ટફોન પણ તમારી ગાડીની ચાવીનું કામ કરશે.

                        એનએક્સપી સેમીકંડક્ટરે જણાવ્યું કે, તેણે પોતાના અલ્ટ્રા-વાઈડબેન્ડ ચિપને નવા ઓટોમેટિવ ઈન્ટીગ્રેટેડ સર્કિટની સાથે જોડી દીધું છે. જે સ્માર્ટફોનને કારની ચાવી બનાવી શકે છે. ટેકનિકને યુડબલ્યુબી-વાળી કાર, મોબાઈલ અને અન્ય સ્માર્ટ ડિવાઈસ અંગે જાગૃતતા લાવવા માટે ડિઝાઈન કરાયા છે. એટલે કે, કાર જાણી શકશે કે તેનો માલિક ક્યાં છે.

                        ગ્રાહકો પોતાના ખિસ્સા કે બેગમાં રાખેલા મોબાઈલ ફોન દ્વારા કારને ખોલી અને સ્ટાર્ટ પણ કરી શકે છે. તેમજ સ્માર્ટફોનના માધ્યમથી સુરક્ષિત પાર્કિંગનો આનંદ લઈ શકે છે.

                        આ ટેકનિકથી કાર ચોરી થવાની શક્યતા પણ ઓછી થઈ જશે. એનએક્સપી ઈન્ડિયાના વાઈસ પ્રેસિડન્ટ અને ઈન્ડિયા કન્ટ્રી મેનેજર સંજય ગુપ્તાએ કહ્યું કે, આજે આપણે મોટર વાહન અને સ્માર્ટ ફોન ટેકનોલોજીનું મિક્સીંગ જોઈ રહ્યાં છે, અને તે તેજીથી વધી રહ્યું છે. જે સ્માર્ટ ગતિશીલતાની તકોને આગળ લઈ જઈ રહ્યું છે.

(5:11 pm IST)