આ તે કેવો કળજુગ : દિકરીને કરંટ આપી કુહાડીથી કાપી નાખી
ઓનર કિલીંગની ક્રુર ઘટના બાદ હત્યારા પિતાની ધરપકડ
ફિરોઝબાદ, તા. ૧૮ : ઓનર કિલીંગમાં વધુ એક યુવતિનો બલી લેવાયો છે. પિતાએ પોતાની ખોટી શાન માટે દિકરીને કુહાડીથી કાપી નાખી અને પોતે જ પોલિસને જાણ કરી હતી. ગઇકાલે રવિવારે એક સનસનાટી પૂર્ણ ઘટનાની વિગતો બહાર આવી છે. જસરાણા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ સલેમપુર ખુટીયાના ગામમાં એક પિતાએ પોતાની દિકરીની કુહાડીથી કાપીને હત્યા કરતા ગામમાં હાહાકાર મચી ગયો હતો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને પિતાની ધરપકડ કરી હતી. લાશને કબજામાં લઇને પોસ્ટમોર્ટમ માટે મોકલી અપાઇ છે.
સલેમપુર ખુટીયાનામાં પુજા (રપ)ની લાશ ઘરમાંથી મળી આવી હતી. કુહાડીથી હત્યા કર્યા પછી તેના પિતા હરવંશે જાતે જ પોલીસને જાણ કરી હતી.
પિતાા બયાન અનુસાર તેને ચાર પુત્રો અને એક પુત્રી છે. તેના ત્રણ પુત્રો ગુડગાંવમાં છુટક મજુરી કરે છે. જયારે એક દિકરો અને દિકરી તથા પત્ની તેની સાથે ગામડે રહે છે. થોડા દિવસથી તેની પત્ની દિકરાઓ પાસે ગુડગાંવ ગઇ છે. તેની પુત્રીનો ઘણા સમયથી ગામના એક યુવક સાથે અફેર ચાલતો હતો. તેણે ઘણીવાર પોતાની પુત્રીને સમજાવવાની કોશિષ કરી હતી. દિકરીને પ્રેમીથી દૂર કરવા માટે તેણે પુજાને પોતાની બહેન ઘરે મોકલી દીધી હતી. ત્યાં પણ તેણે રાત્રે તે સુતી હતી. અને ઘરમાં કોઇ નહોતું ત્યારે આ ખતરનાક પગલું લીધું હતું. રપ વર્ષની પૂજા એમ.એ.નો અભ્યાસ કરતી હતી.