મુખ્ય સમાચાર
News of Monday, 18th November 2019

ટેલીકોમ ક્ષેત્રની ખોટે અન્‍ય કંપનીઓને દઝાડી ૧પ વર્ષમાં પહેલીવાર ખોટઃ વેંચાણમાં ધરખમ ઘટાડો

નાણાકીય અને ઓઇલ સેકટરને બાદ કરતા લીસ્‍ટેડ કંપનીઓને બીજા કવાર્ટમાં ૧૬૦૦૦ કરોડની ખોટ

મુંબઇ તા. ૧૮ : નાણા અને પેટ્રોલિયમ કંપનીઓને છોડીને ટોચની લીસ્‍ટેડ કંપનીઓને ચાલુ વર્ષના બીજા ત્રિમાસીક (જુલાઇ-સપ્‍ટેમ્‍બર) માં એકીકૃત આધર પર છેલ્લા ૧પ વર્ષમાં પહેલી વાર ખોટ થઇ છે. સાથે જ જુલાઇ-સપ્‍ટેમ્‍બર દરમ્‍યાન તેમના વેચાણમાં પણ આર વર્ષ પહેલી વાર ઘટાડો નોંધાયો છે કંપનીઓને ખોટ મુખ્‍ય રૂપે મોબાઇલ ઓપરેટરોને થયેલી રેકોર્ડ બ્રેક ખોટ અને ઘરેલુ અર્થ વ્‍યવસ્‍થામાં ઘટેલી માંગના કારણે થઇ છે. વિશ્‍લેષકોનું માનવું છે કે આગામી ત્રિમાસીકોમાં પણ કંપનીઓની આવક પર સંકટના વાળો ઘેરાયેલા રહેશે.

નાણા અને ઓઇલ અને ગેસ કંપનીઓ સિવાયની અન્‍ય લીસ્‍ટેડ કંપનીઓને બીજા ત્રિમાસીકમાં લગભગ ૧૬૦૦૦ કરોડ રૂપિયાની એકીકૃત ખોટ ગઇ છે, જયારે ગયા વર્ષના આ ત્રિમાસીક ગાળામાં તેમને ૭૩૦૦ કરોડનો સંચયી નફો થયો હતો વર્તમાન સમયમાં આ પહેલો મોકો છે કે આ કંપનીઓને સંચયી આધાર પર ખોટ ગઇ છે ગયા વર્ષની સરખામણીમાં તેમનો એકીકૃત કર પહેલાનો નફો ૭૧ ટકા ઘટીને ૩ર૦૦૦ કરોડ રૂપિયા રહ્યો જયારે ગયા વર્ષના એ જ ત્રિમાસીકમાં તે ૧.૧૩ લાખ કરોડ હતો.

જો આમાંથી દુર સંચાર કંપનીઓને કાઢી નાખવામાં આવે તો બાકી કંપનીઓનો સંચયી ચોખ્‍ખો નફો ગયા વર્ષની એક ત્રિમાસીકની સરખામણીમાં ૧પ.પ ટકા વધીને ૮૯૦૦૦ કરોડ રૂપિયા થયો છે, જયારે કર પહેલાનો નફો ૧૧.૩ ટકા ઘટીને ૧.૦૪ લાખ કરોડ રૂપિયા રહ્યો છે. જે ગયા વર્ષના આ ત્રિમાસીક ગાળામાં ૧.૧૮ લાખ કરોડ રૂપિયા હતો. લીસ્‍ટેડ મોબાઇલ ઓપરેટરોની કુલ ચોખ્‍ખી ખોટ ૧.૦પ લાખ કરોડ રૂપિયા હતી જે ગયા વર્ષના બીજા ત્રિમાસીકમાં લગભગ ૪૧૦૦ કરોડ રૂપિયા હતી દુરસંચાર ઉદ્યોગ છેલ્લા ૧૧ ત્રિમાસીક થી સતત ખોટ કરી રહ્યોછે. છેલ્લા ૧૩ મહિનામાં દુરસંચાર ઉદ્યોગને લગભગ ૧.૭પ લાખ કરોડ રૂપિયાની થપાટ લાગી છેજે તેમના કુલ ભંડોળના લગભગ પ૦ ટકા જેટલી છે.

(10:37 am IST)