મુખ્ય સમાચાર
News of Sunday, 18th November 2018

કેવી રીતે ચીન તરફ ઝૂકાવ રાખનાર પાછલી સરકારના કારણે માલદીવને લૂટી : અબ્દુલ્લા યમીનની સરકારે ચીનથી પહેલા તો મોટા-પ્રમાણમાં લોન લઈ લીધી અને તેની સાથે સરકારી ખજાનાઓ પણ ખાલી કરી નાંખ્યા હતા: માલદીવના નવા રાષ્ટ્રપતિએ પીએમ મોદી સામે ખોલી ચીનની પોલ

માલદીવL માલદીવના નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ સોલિહે શનિવારે પદ અને ગોપનિયતાની શપથ લીધી. આ દરમિયાન તેમને પાછલી સરકાર પર જમીને નિશાન સાધ્યું. સોલિહે જણાવ્યું કે, કેવી રીતે ચીન તરફ ઝૂકાવ રાખનાર પાછલી સરકારના કારણે માલદીવને લૂટી લેવામા આવ્યું. સોલિહે કહ્યું કે, અબ્દુલ્લા યમીનની સરકારે ચીનથી પહેલા તો મોટા-પ્રમાણમાં લોન લઈ લીધી અને તેની સાથે સરકારી ખજાનાઓ પણ ખાલી કરી નાંખ્યા હતા. જેનાથી દેશ સામે ગંભીર નાણાકીય સંકટ ઉભો થઈ ગયો છે. રાષ્ટ્રપતિ સોલિહના શપથ ગ્રહણ સમારંભમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થયા.

હિન્દ મહાસાગરમાં વસેલ ખુબસુરત દેશ માલદીવ પોતાના દ્વીપો અને શાનદાર રિઝોટ્સના કારણે જાણીતું છે. ચીન આને પોતાના નવા માર્કેટના રૂપમાં જોઈ રહ્યાં છે. ચીન પોતાના બેલ્ટ એન્ડ રોડ ઈનિશએટિવ એટલે સિલ્ડ રોડ હેઠલ રસ્તો અને હાઉસિંગ પ્રોજેક્ટ માટે માલદીવમા લાખો ડોલર્સ રોકાણ કરી ચૂક્યું છે.

સોલિહે જણાવ્યું કે ચીને બેશક રોકાણ કર્યું, પરંતુ આનાથી માલદીવ દેવામાં ફસાઈ ગયું. મારી સરકાર તે વાતની તપાસ કરશે કે પાછલી સરકારમાં પ્રોજેક્ટના કોન્ટ્રાક્ટ ચીની કંપનીઓને કેવી રીતે મળ્યા? ઈબ્રાહિમ સોલિહે કહ્યું કે, હું રાષ્ટ્રપતિનો કાર્યકાળ સંભાળી રહ્યો છું. દેશની નાણાકીય સ્થિતિ અનિશ્ચિત છે. ઘણો વધારે નુકશાન પ્રોજેક્ટના કારણે થયું છે જેને માત્ર રાજકીય હેતુના કારણે શરૂ કરવામા આવ્યા હતા.

નવા રાષ્ટ્રપતિ ઈબ્રાહિમે સોલિહે રાષ્ટ્રીય ફુટબોલ સ્ટેડિયમમાં શપથ ગ્રહણ સમારંભ દરમિયાન પીએમ મોદી સાથે મુલાકાત કરી. આ દરમિયાન બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય મુદ્દાઓ પર વાત કરી હતી. બંને નેતાઓએ શાંતિપૂર્ણ, લોકતાંત્રિક અને સમૃદ્ધ દેશ બનવાની બધી જ કોશિષમાં એકબીજાને સંભવ બધી જ મદદ આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

(3:32 pm IST)