મુખ્ય સમાચાર
News of Sunday, 18th November 2018

અમૃતસરઃ આતંકવાદીઓ ઘુસ્યાના અહેવાલ વચ્ચે, નિરંકારી ભવન પર ગ્રેનેડ હુમલો, ફાયરિંગમાં ત્રણ લોકોનાં મોત

આતંકી જાકિર મૂસા અમૃતસરમાં જોવા મળ્યો હતો: પંજાબથી લઈને દિલ્હી સુધી હાઈએલર્ટ

 

અમૃતસરઃ આતંકી જાકિર મૂસા અને તેના સાથીઓ કોઈ મોટી ઘટનાને પાર પાડશે તેને જોઈને અમૃતસર હાઈ એલર્ટ પર છે. ત્યારે અમૃતસરના રાજાસાંસી સ્થિત નિરંકારી ભવનમાં રવિવારે ગ્રેનેડ ફેંક્યા બાદ ફાયરિંગ કરાયું હતું જેમાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં છે જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ઘટના સવારે 11 વાગ્યાની છે. મળતી માહિતી મુજબ બે હુમલાખોર બાઈક પર આવ્યાં અને ઘટનાને પાર પાડીને જતાં રહ્યાં હતા. ફોરેન્સિક ટીમ તપાસ કરી રહી છે. મીડિયા રિપોર્ટમાં સૂત્રોના હવાલાથી મળતી માહિતી મુજબ ઘટનાની પાછળ વિદેશી કટ્ટરપંથી સંગઠનોનો હાથ હોય શકે છે. આ હુમલા પછી રાજધાની દિલ્હીમાં સુરક્ષા વધારવામાં આવી છે.

હાલ આ હુમલો કોને અને કયા હેતુસર કરી તેની સચોટ માહિતી મળી નથી, પરંતુ ગત દિવસોમાં સુરક્ષા એજન્સીઓએ પંજાબમાં આતંકી હુમલાની ઘટનાને લઈને એલર્ટ જાહેર કર્યું હતું. ત્યારે સમગ્ર રાજ્યમાં એલર્ટ છે.

ગુપ્તચર એજન્સી પાસેથી મળતી માહિતી મુજબ કાશ્મીરમાં આતંકી પ્રવૃતિઓ કરનારા જાકિર મૂસા ફિરોઝપુર આવ્યો હતો. ગુપ્તચર એજન્સી પાસે તેવા ઈનપુટ છે કે જાકિર મુસા ગ્રુપના 7 આતંકીઓ ફિરોઝપુર આવ્યાં હતા. આ આતંકીઓ અમૃતસરમાં પણ જોવા મળ્યાં હતા

(3:32 pm IST)