મુખ્ય સમાચાર
News of Sunday, 18th November 2018

વસુંધરા સામે જસવંતસિંહના પુત્ર માનવેન્દ્ર ચૂંટણી લડવા મેદાન ઉતરશે : કોંગ્રેસની બીજી યાદી જાહેર

રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે. આ સ્થિતિ વચ્ચે ભાજપ અને કોંગ્રેસ બન્ને પોત પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી રહ્યા છે. હાલ કોંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે જેમાં પૂર્વ કેન્દ્રીય પ્રધાન જતવંતસિંહના પુત્ર અને હાલમાં જ ભાજપ છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા માનવેન્દ્રસિંહને પણ ટીકીટ આપવામાં આવી છે.

કોંગ્રેસે માનવેન્દ્રને વર્તમાન મુખ્ય પ્રધાન વસુંધરા રાજેની સામે ઉતાર્યા છે અને જાલરાપાટણ બેઠક પરથી ટીકીટ આપી છે. બન્ને રાજપુત મતદારોમાં પ્રખ્યાત છે. કોેંગ્રેસની આ બીજી યાદી છે, અગાઉની પહેલી યાદીમાં કોંગ્રેસે પૂર્વ મુખ્ય પ્રધાન અશોક ગેહલોત અને સચીન પાયલોટને ટીકીટ આપી હતી. ત્યારે હવે રાજસ્થાનના વધુ એક દિગ્ગજ નેતાને પણ પક્ષે ટીકીટ આપી છે.

(12:02 pm IST)