જમ્મુ કાશ્મીરમાં આતંકની જધન્ય ઘટના ;19 વર્ષીય યુવકનું અપહરણ કરીને ગળું કાપી નાખ્યું : અરેરાટી
સેનાનો બાતમીદાર હોવાની આશંકાએ નાગરિકની કાયરતાપૂર્ણ હત્યાથી હાહાકાર
જમ્મુ કાશ્મીરના પુલવામા જિલ્લામાં આતંકની જધન્ય ઘટના બનતા હાહાકાર મચી ગયો છે સેનાનો બાતમીદાર હોવાની શંકાએ આતંકીવાદીઓએ એક નાગરિકની ક્રૂર હત્યા કરી છે આતંકીઓએ શનિવારે શોપિયામાં 19 વર્ષના યુવક્નું અપહરણ કરી તેની હત્યા કરી નાખી હતી
એક પોલીસ ઓફિસરે આપેલી જાણકારીમાં જણાવાયું કે આતંકવાદીઓએ શનિવારે શોપિયા જિલ્લામાં આતંકની જઘન્ય ઘટનામાં એક નાગરિકની હત્યા કરી દીધી. ધોળા દિવસે સેદપુરા વિસ્તારમાં અપહરણ કરવામાં આવ્યું હતું.
જાણકારી પ્રમાણે દક્ષિણ કાશ્મીરના આ જિલ્લામાં હરમાઇ ગામમાં એક બગીચામાંથી મૃતદેહ મળી આવ્યો હતો, જેનું માથું કપાયેલું હતું. મૃતકની ઓળખ નજીક આવેલા કુલગામ જિલ્લાના મંઝગામ રહેવાસી હુજેફ અશરફ તરીકે કરવામાં આવી છે, અધિકારીએ જણાવ્ જણાવ્યું કે હુજેફનો મૃતદેહ તેના પરિવારને સોંપી દેવામાં આવ્યો છે.
આ મામલે પ્રતિક્રિયા આપતા પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ ટ્વીટર પર લખ્યું કે વધુ એક યુવાનની કાયરતાપૂર્ણ હત્યા, આ વખતે આતંકીઓએ ગળું કાપી નાખ્યું. આપણા સમાજ અને સંઘર્ષમાં આ પ્રકારની બર્બરતાને કોઇ જગ્યા નથી અને તેનાથી કોઇ ફરક નથી પડતો કે તેના પર કેવી સફાઇ આપવામાં આવે છે.
પોલીસે જણાવ્યું કે આતંકીઓએ સફાઇનગરી વિસ્તારના રહેવાસી નદીમ મંજૂરનું ગુરુવારની રાતે અપહરણ કર્યું હતું ત્યારબાદ તેની હત્યા કરી હતી.