મુખ્ય સમાચાર
News of Friday, 18th October 2019

ચીનમાં તો જીડીપી ૨૭ વર્ષની નીચી સપાટી પર

અમેરિકા-ચીન ટ્રેડવોરની અસર

બેજિંગ, તા. ૧૮ : અમેરિકાની સાથે ચાલી રહેલા ટ્રેડવોરની અસર ચીન ઉપર સ્પષ્ટપણે દેખાવવા લાગી ગઈ છે. જીડીપી ઉપર તેની અસર દેખાઈ રહી છે.

વર્તમાન નાણાંકીય વર્ષના ત્રીજા ત્રિમાસિક ગાળામાં ચીનમાં જીડીપી ગ્રોથની ગતિ ખુબ ઓછી થઇ ગઇ છે. ટ્રેડવોર અને સ્થાનિક સ્તર પર માંગમાં સુસ્તીના પરિણામ સ્વરુપે છેલ્લા ૨૭ વર્ષમાં પ્રથમ વખત ચીનમાં જીડીપી ગ્રોથની ગતિ છ ટકા જેટલો રહી છે. ચીનમાં નિરાશા પ્રવર્તી રહીછે. જુલાઈથી સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ચીનમાં જીડીપી ગ્રોથ છ ટકાની ગતિથી વધ્યો છે. બીજા ત્રિમાસિક ગાળામાં ૬.૨ ટકાની ગતિએ વધ્યો છે. ૧૯૯૨ બાદ ચીનમાં સૌથી નિરાશાજનક આંકડો સપાટી ઉપર આવ્યો છે.

(9:57 pm IST)