News of Thursday, 18th October 2018
હેલિકોપ્ટર બાદ બે ફરારી સહિત વિજય માલ્યાની 6 કાર વેચવાનો બ્રિટનની અદાલતે આપ્યો આદેશ
ભારતીય બેંકોના પૈસા ચૂકવવા માટે કારનું વેચાણ કરાશે
લંડન :ભાગેડૂ વિજય માલ્યાની મુશ્કેલીઓમાં વધારો થયો છે. લંડનની એક અદાલતે ભારતીય બેંકોના પૈસા ચૂકવવા માટે દારૂના વેપારી વિજય માલ્યાની 6 મોંઘી કાર વેચવાનો આદેશ આપ્યો છે. કોર્ટે આદેશ આપ્યો છે કે કારના વેચાણથી જે રકમ મળશે તે બેંકને ચૂકવવામાં આવે.
લંડનની અદાલતે માલ્યાની જે કારને વેચવાનો આદેશ આપ્યો છે તેમાં 4 પર્સનલ નંબર પ્લેટ (VJM) વાળી કાર છે. માલ્યાની 6 કાર મિની કંટ્રીમેન, પૉર્શે કેને રજિસ્ટ્રેશન નંબર 0007 વીજેએમ, મેબેક 62 રજિસ્ટ્રેશન નંબર વીજેએમ1, ફરારી એફ 430 રજિસ્ટ્રેશન નંબર એફ1 વીજેએમ, ફરારી (રજિસ્ટ્રેશન નંબર એફ512એમ)છે. કોર્ટે કહ્યું કે કારનું વેચાણ 4 કરોડથી ઓછામાં ન થવું જોઈએ.
(11:47 pm IST)