મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

દેશમાં 92 ટકા મહિલાઓનો પગાર 10 હજારથી પણ ઓછો: સર્વેનું તારણ

વિનિર્માણ ક્ષેત્રમાં પણ 90 ટકા ઉદ્યોગ મજદૂરોને લઘુતમથી પણ ઓછું વેતન

 

નવી દિલ્હી :એક વિશ્વવિદ્યાલયના હાલના રિપોર્ટ મુજબ દેશમાં કામકાજ કરતી 92 ટકા મહિલાઓનો મહિનાનો પગાર 10000થી પણ ઓછો છે. મામલામાં પુરૂષોની સ્થિતિ થોડી સારી છે. પરંતુ  82 ટકા પુરૂષોનો પગાર પણ 10000થી ઓછો છે.

  અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલય સતત રોજગાર કેન્દ્રએ શ્રમ બ્યૂરોના પાંચમા વાર્ષીક રોજગાર-બેરોજગારી સર્વેક્ષણના આધાર પર સ્ટેટ બેન્ક ઓફ વર્કિંગ ઈન્ડીયા, 2018નો એક રિપોર્ટ તૈયાર કર્યો છે, જેમાં તેમણે દેશમાં કામકાજ કરતા પુરૂષ અને મહિલાઓના આંકડા તૈયાર કર્યા છે.
  
રિપોર્ટ અનુસાર, 2015માં રાષ્ટ્રીય સ્તર પર 67 ટકા પરિવારની મહિનાની આવક 10000 રૂપિયા હતી, જ્યારે સાતમા કેન્દ્રીય વેતન આયોગ(સીપીસી) દ્વારા મીનિમમ વેતન 18000 રૂપિયા પ્રતિ મહિના છે.
  
સ્ટેટ ઓફ વર્કિંગ ઈન્ડીયા 2018ના રિપોર્ટ અનુસાર, ચિંતાની વાત છે કે, વિનિર્માણ ક્ષેત્રમાં પણ 90 ટકા ઉદ્યોગ મજદૂરોને ન્યૂનત્તમ વેતન કરતા નીચી મજદૂરી આપવામાં આવે છે. અસંગઠિત ક્ષેત્રની હાલત તો આના કરતા પણ વધારે ખરાબ છે. અભ્યાસ અનુસાર, ત્રણ દશકામાં સંગઠિત ક્ષેત્રની ઉત્પાદક કંપનીઓમાં શ્રમિકોની ઉત્પાદક 6 ટકા વધી છે, જ્યારે તેમના વેતનમાં માત્ર 1.5 ટકા વૃદ્ધિ થઈ છે.

(10:49 pm IST)