News of Thursday, 18th October 2018
USમાં ગેરકાયદેસર પ્રવેશ ઇચ્છતા માઇગ્રન્ટ્સને અટકાવવા 5000 પોલીસ તૈનાત
મેક્સિકો ગવર્મેન્ટે સાઉથ બોર્ડર પર ગેરકાયદેસર ઘૂસણખોરી અટકાવવાના હેતુથી બે બોઇંગ 727 મોકલ્યા છે. આ બોઇંગમાં ફેડરલ ઓફિસરની ટીમને મોકલવામાં આવી છે. જેથી તેઓ સેન્ટ્રલ અમેરિકા તરફથી આવતા હજારો લોકોને ઘૂસણખોરી કરતા અઠકાવી શકે.
બુધવારે તાપાચુલા, છિપાસમાં 5,000 પોલીસ ઓફિસરોને ઉતારવામાં આવ્યા છે. જેથી ગ્વાતેમાલાથી નોર્થ તરફ આગળ વધી રહેલા કારવાંને અટકાવી શકાય.
(9:03 pm IST)