મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

વડાપ્રધાન શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિરને કરોડોની જમીન ભેટમાં આપી

દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી

નવી દિલ્હી: બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ દુર્ગા પૂજાના અવસરે ઢાકાના એક મંદિરને લગભગ દોઢ વીઘા જમીન ભેટ આપી છે. હસીનાનું આ પગલું ઈસ્લામધર્મવાળા દેશ બાંગ્લાદેશમાં અલ્પસંખ્યકોના અધિકારોની હિમાયતીવાળી પોતાની છબીને વધુ મજબુત કરવાની દિશામાં થઈ રહેલા પ્રયત્ન પૈકી ગણવામાં આવી રહ્યું છે. 

  શેખ હસીનાએ બાંગ્લાદેશના સૌથી મોટા મંદિર ઢાકેશ્વરીની મુલાકાત લીધી. ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ આ દરમિયાન તેમણે મંદિરને લગભગ 50 કરોડ ટકા (43 કરોડ રૂપિયા)ની કિંમતની જમીન આપવાની જાહેરાત કરી હતી  હસીનાના આ પગલાંથી 60 વર્ષ જૂની માગણી પૂરી થઈ છે. તેનાથી ઢાકાની પરંપરાને પણ સામે લાવવાની તક મળશે, ઢાકાનું નામ પણ ઢાકેશ્વરી દેવીના નામ પર છે.

(4:26 pm IST)