મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

બેરિયર તોડીને રાજધાની એકસપ્રેસ સાથે ટકરાયો ટ્રક : ડ્રાઇવરનું મોત

મધ્યપ્રદેશમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના થવાથી બચી હતી

ભોપાલ તા. ૧૮ : મધ્યપ્રદેશમાં ગુરૂવારે એક મોટી દુર્ઘટના થવાથી બચી હતી. ગોધરા-રતલામ વચ્ચે બનેલા ક્રોસિંગમાં એક ટ્રક બેરિયર તોડીને ટ્રેન સાથે ટકરાયો હતો. આ દુર્ઘટનામાં ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતર્યા હતા. દુર્ઘટનામાં ઘાયલ ટ્રક ડ્રાઇવલનું સ્થળ ઉપર જ મોત નીપજયું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ ઘટના ૬.૪૪ મિનિટ પર ત્રિવેન્દ્રમ રાજધાની સાથે ઘટની હતી.

એકસપ્રેસ ગોધરા અને રતલામ વચ્ચેથી પસાર થઇ રહી હતી. જોકે, રસ્તામાં એક ક્રોસિંગમાં બેરિયર લાગેલું હતું. આ વચ્ચે એક ફૂલ સ્પીડમાં આવેલી ટ્રક બેરિયર તોડીને સીધી જ ત્રિવેન્દ્ર રાજધાની સાથે ટકરાઇ હતી. ટ્રક સાથે ટક્કર લાગવાની સાથે જ ટ્રેનના બે ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા હતા. અને સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઇ ગયા હતા.

ટ્રેનમાં ઝાટકો લાગવાથી યાત્રીઓમાં હડકંપ મચી ગઇ હતી. જોકે, કોઇને પણ ઇજાઓ પહોંચી ન્હોતી. પરંતુ ઘટનામાં ટ્રક ડ્રાઇવર ગંભીર રીતે ઘાયલ થતાં તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. ઘટનાની જાણ થતાં જ વેસ્ટર્ન રેલવેના અધિકારી સ્થળ ઉપર પહોંચી ગયા હતા. અને ઘટનાની તપાસ હાથધરી હતી. ક્ષતિગ્રસ્ત ડબ્બાઓમાંથી યાત્રઓને બહાર કાઢીને બીજા ડબ્બામાં સિફટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત ક્ષતિગ્રસ્ત ટબ્બાને ટ્રેનથી અલગ કરાયા હતા. રાજધાનીને ઘટના સ્થળથી આગળ રવાના કરી દેવાઇ છે. અધિકારીઓએ જણાવ્યું કે, પાટા ઉપર રાહત કાર્ય ચાલું છે. ટ્રેન સંચાલન શરૂ કરી દેવાયું છે.

(4:10 pm IST)