મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

કમ્પોઝિશન સ્કીમ અપનાવનારા વેપારીએ ખરીદીની વિગતો ત્રિમાસીક રિટર્નમાં ફાઇલ કરવાની જરૂર નથીઃ નાણા મંત્રાલય

નવી દિલ્હી તા ૧૮ : જે બિઝનેસ GST હેઠળ કમ્પોઝિશન સ્કીમનો વિકલ્પ સ્વીીકારે છે એમણે એમના વેન્ડરો પાસેથી કરેલ ખરીદીની વિગતો ત્રિમાસીક રિટર્નGST-4 ફાઇલ કરતી વખતે પુરી પાડવાની આવશ્યકતા નથી એમ નાંણામંત્રાલયે બુધવારે જણાવ્યું હતું

એ પિષ્ટતામાં મંત્રાલયે જણાવ્યું હતું કે રજિસ્ટર્ડ સપ્લાયરો પાસેથી પ્રાપ્ત કરેલા ઇનવર્ડ સપ્લાયની વિગતોના ઓટો-પોપ્યુલેશન( વિગતો આપોઆપ ભરાય ) ના અભાવમાં ફોર્મ GST-4  ભરવાની રીત વિશે કમ્પોઝિશન ડીલરોને શંકા થતી હતી. આ બાબતે એવી સ્પષ્ટતા કરવામાં આવે છે કે જે કરદાતાઓ કમ્પોઝિશન સ્કીમ હેઠળ વેરો ચુકવે છે તેમણે ફોર્મ GST-4  ના ટેબલ 4A માં સિરીયલ નંબરમાં ડેટા પુરા પાડવાની જરૂર નથી.

ફોર્મ GST-4  માં રજિસ્ટર્ડ વેન્ડર્સ પાસેથી કરવામાં આવેલી ખરીદીની વિગતો હોય છે. ૧૮ લાખથી અધિક વેપારીઓ એ કમ્પોઝિશન સ્કીમ અપનાવી છે, જેમાં રાહતના દરે કરની ચુકવણી કરવામાં આવે છે. અને GST  હેઠળના કમ્પ્લાયન્સને સરળ બનાવે છે. વાર્ષિક એક કરોડ રૂપિયાથી અધિક ટર્નઓવર ધરાવતા બિઝનેસ કમ્પોઝિશન સ્કીમ અપનાવી શકે છે.

આવા ડીલરોના જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસીક ગાળાના GST રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારી ૧૮ ઓકટોબર છે.

(3:52 pm IST)