મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

#MeToo 'તારક મહેતા'ની બબીતાજી કહ્યું, 'દરેક ઉંમરમાં થવું પડે છે શિકાર'

મુંબઇ: છત્તીસગઢના બિલાસપુરમાં નવરાત્રિ ઉત્સવમાં સામેલ થવા પહોંચેલી સિરિયલ તારક મહેતા કા ઊલટા ચશ્માં ફેમ મુનમુન દત્તા (બબીતાજી)એ MeToo કેમ્પેનનું સમર્થન કર્યું છે. તેણે કહ્યું કે દરેક મહિલાએ ઉંમરના કોઇ ને કોઇ પડાવ પર જાતીય શોષણનો શિકાર બનવું પડતું હોય છે.

 તેમણે કહ્યું કે જે મહિલાઓ MeToo કેમ્પેન દ્વારા પોતાની ભાવનાઓ વ્યકત કરતી રહે છે, સમાજે તેનું સન્માન કરવું જોઇએ. મુનમુને ગયા વર્ષે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ લખીને જણાવ્યું હતું કે મારી પાડોશમાં રહેતા એક અંકલ મોકો શોધીને મને પકડી લેતા એટલું જ નહીં, ધમકાવતા પણ હતા કે હું આ વાત કોઇને ન કહું.

 મુનમુને લખ્યું છે કે આજે કંઇક એવું લખી રહી છું, જેને બાળપણમાં જીવતી વખતે મારી આંખમાં આંસુ આવી જતાં હતાં. આ એવી ઘટનાઓ હોય છે, જે તમને અંદરથી હલાવી દે છે. આ ઘટનાઓ બાદ ઘણી છોકરીઓ પુરુષોને નફરત કરવા લાગે છે.

 ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે તેનું નામ જોડાતાં વિરોધ વ્યકત કરતાં કહ્યું કે મેં ક્યારેય આદિત્ય પંચોલીની મુલાકાત પણ કરી નથી. આવા સંજોગોમાં તેની સાથે કોઇ પણ પ્રકારના સંબંધ હોવાનો સવાલ જ ઊભો થતો નથી.

(1:11 pm IST)