મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

મુંબઈ લોકલ ટ્રેનના લેડીઝ કમપાર્ટમેન્ટમાં મહિલાઓ રમ્યા ગરબા :વિડિઓ વાયરલ

રેલમંત્રી પિયુષ ગોયલે ટ્વીટર પણ શેર કર્યો વિડિઓ

મુંબઈ :નવરાત્રીની દેશભરમાં ધૂમ જામી છે આ તહેવારની ઉજવણી થઈ રહી છે. બોલીવુડ સોન્ગથી લઈને ગારબા સોન્ગ્સ પર લોકો ડાન્સ કરી રહ્યા છે ગરબા ગ્રાઉન્ડ અથવા તો કોઈ સોસાયટી પુરતા જ મર્યાદિત નથી રહ્યા ટ્રેનમાં પણ તેની ધૂમ છે. મુંબઈ લોકલ ટ્રેનના લેડીઝ કમપાર્ટમેન્ટમાં મહિલાઓએ ગરબા રમ્યા. એટલું જ નહીં, આ વીડિયોને રેલ મંત્રી પિયુષ ગોયલે પણ ટ્વિટર પર શેર કર્યો છે. જે ખુબ જ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો જોઈને ટ્વિટર યુઝર્સ ખૂબ પ્રશંસા કરી રહ્યા છે અને જોઈને ખુબ ખુશ થઈ રહ્યા છે.

(12:44 pm IST)