મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

જમ્મુ-કાશ્મીરના પુલવામાં સુરક્ષાદળોને મોટી સફળતા તહરીક-ઉલ-મુજાહિદ્દીનનો આતંકવાદી શૌકત ભટ ઠાર

કાર્યવાહી બાદ સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં વિસ્ફટકો અને હથિયાર પણ જપ્ત કર્યા

જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે. તાજેતરની એક નવી કાર્યવાહીમાં સુરક્ષાદળોએ પુલવામામાં એક આતંકવાદીને ઠાર કર્યો છે. ઠાર થનારો આતંકવાદી તહરીક-ઉલ-મુજાહિદ્દીનનો હોવાનું જણાવાઈ રહ્યું છે.

 કાશ્મીરના બારામુલાના પાટનમાં પોલીસ ટુકડી પર થયેલા ગ્રેનેડ એટેકને લઈને ઠાર થનારા આતંકીની શોધખોળ થઈ રહી હતી. સુરક્ષાદળો દ્વારા ઠાર થનારા તહરીક ઉલ મુજાહિદ્દીનના આતંકવાદીની ઓળખ શૌકત ભટ તરીકે થઈ છે

 . આતંકી શૌકત ભટનું ઠાર થવું કાશ્મીર ખીણની શાંતિ માટે એક મોટી સફળતા છે. કાર્યવાહી બાદ સુરક્ષાદળોએ મોટા પ્રમાણમાં વિસ્ફટકો અને હથિયાર પણ જપ્ત કર્યા છે.

(12:07 pm IST)