મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

વ્હોટ્સ એપે તેના 'અનસેન્ડ' ફિચરમાં મોટો ફેરફાર કર્યો

અન્યોને મોકલેલા મેસેજિસ ડિલિટ કરવામાં વ્હોટ્સ એપને માત્ર ૧૩ કલાક લાગશે : અન્યનો ફોન બંધ હશે તો મેસેજ ડિલિટ નહીં થાય

નવી દિલ્હી તા. ૧૮ : વ્હોટ્સ એપ દ્વારા તેના 'અનસેન્ડ' ફિચરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ એવું ફિચર છે જેના દ્વારા અન્યને મોકલેલા મેસેજને ડિલિટ કરી શકાય છે. અગાઉ આ ફિચરનો ઉપયોગ કરવા માટે કોઈ સમયમર્યાદા નહોતી પરંતુ હવે ૧૩ કલાક, આઠ મિનિટ અને ૧૬ સેકન્ડ સુધી જ મેસેજ ડિલિટ કરી શકાશે, ત્યારબાદ યુઝર્સને જીઆઈએફ અને વીડિયો સહિતના મેસેજિસ રિકોલ કરવા દેશે.

આ ઉપરાંત જો જેમને મેસેજ મોકલ્યો છે એ વ્યકિતનો મોબાઈલ ફોન સ્વિચ ઓફ હશે તો મેસેજિસ ડિલિટ કરી શકાશે નહીં. આ રીતે જ સોશિયલ મીડિયા યુઝર આવું જ ફિચર ફેસબુક પર પણ પ્રાપ્ત કરી શકશે.

વ્હોટ્સ એપ દ્વારા તેના નવા ફિચર શ્નડિલિટ ફોર એવરીવનલૃઓકટોબર ૨૦૧૭માં લોન્ચ કર્યુ હતું. આ ફિચર દ્વારા વ્હોટ્સ એપમાં તમે ચેટ દરમિયાન કોઈ મેસેજ ડિલિટ કરી શકો છો. જેમાં મેસેજને ટેપ કરીને અને પછી હોલ્ડ કરીને મેન્યુમાં શ્નડિલિટ ફોર એવરીવનલૃનો ઓપ્શન પસંદ કરીને મેસેજ ડિલિટ કરી શકાય છે.

ફેસબુક મેસેન્જર પણ આ અનસેન્ડ મેસેજ ફિચર પર કામ કરી રહ્યું છે. જો કે હજુ આ ફિચર તમામ ફેસબુક યુઝર્સ માટે જારી કરવામાં આવ્યું નથી. સૌપ્રથમ વ્હોટ્સ એપે મેસેજિસ ડિલિટ કરવાનો આ વિકલ્પ સાત મિનિટ માટે આપ્યો હતો. ત્યારપછી આ સમયમર્યાદા એક કલાક સુધી વધારાઈ હતી.

વ્હોટ્સ એપના એફએકયૂ પેજ પર જણાવાયું છે કે કઈ રીતે મોકલાયેલા મેસેજિસ ડિલિટ કરી શકાય છે. તેમાં લખ્યું છેૅં શ્નદરેક માટે મેસેજ ડિલિટ કરવાનો આ વિકલ્પ તમને તમે કોઈને મોકલેલા ચોક્કસ મેસેજને ડિલિટ કરવા માટે ઉપયોગી થશે, જે મેસેજ વ્યકિતગત કે ગ્રૂપમાં હશે તો તેમાં પણ ડિલિટ કરી શકાશે.

આવા મેસેજ ડિલિટ થયા પછી મેસેજિસ સકસેસફુલી ડિલિટેડ ફોર એવરીવન એવો સંદેશ જોવા મળતો હતો. જેના સ્થાને ધીસ મેસેજ વોઝ ડિલિટેડ લખેલું વાંચવા મળશે. આ અંગેની ડેડલાઈન પૂર્ણ થયા પછી વ્હોટ્સ એપ યુઝર્સ માત્ર પોતાના ડિવાઈસમાં જ મેસેજ ડિલિટ કરી શકે છે. જયારે જેને મેસેજ મોકલાયેલો હોય તે પોતાના ડિવાઈસમાં એ મેસેજ પછી પણ વાંચી શકે છે.

અન્ય એક નવા અપડેટમાં વ્હોટ્સ એપે જણાવ્યું હતું કે તે ઓલ્ડ મેસેજિસ અને ચેટ્સને ડિલિટ કરવા માટે ગૂગલ ડ્રાઈવ બેક અપમાં સુવિધા આપશે. જે યુઝર્સ ઓલ્ડ ચેટને નવા ડિવાઈસમાં લેવા માગે છે તેઓ આ સ્થાન પર જૂની વ્હોટ્સ એપ કન્ટેન્ટ પ્રાપ્ત કરી શકે છે. આ નવી સિસ્ટમ ૧૨ નવેમ્બરથી લોન્ચ થઈ જશે.

(9:31 am IST)