મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

હજી સસ્તું થશે જિયો :મળશે સૌથી વધુ સ્પીડ:ડેન નેટવર્ક હેથવે અને ડેટા કોમ લિ,નો મોટો હિસ્સો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ખરીદ્યો

હેથવેની 51,3 ટકા અને ડેન નેટવર્કમાં 66 ટકા ભાગીદારી કેબલ ઇન્ડસ્ટ્રીઝમાં ગેમ ચેન્જર બનશે :

મુંબઈ :રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેબલ ટીવી અને બ્રોડબેન્ડ સર્વિસ આપતી કંપની હેથવે કેબલ અને જેન નેટવર્ક્સનો મોટો ભાગ ખરીદવાની જાહેરાત કરી છે. રિલાયન્સ હેથવેમાં 51.3 ટકા ભાગીદારી 2940 કરોડ રૂપિયા અને ડેન નેટવર્ક્સમાં 66 ટકા ભાગીદારી 2045 કરોડ રૂપિયામાં ખરીદશે. આ નિર્ણયથી રિલાયન્સ જિયોને પોતાના બ્રોડબેન્ડ નેટવર્કની કવરેજ ઝડપથી વધારવામાં મદદ મળશે. હેથવે પર રહેજા ગ્રૂપનો કંટ્રોલ છે,જયારે ડેનમાં સમીર મનચંદાનો મોટો ભાગ છે.

   હેથવેના બોર્ડે રિલાયન્સ જિયોને પ્રેફ્રેંશયલ ઇશ્યું (પ્રજીજી શેર) જાહેર કરવાની મંજૂરી આપી દીધી છે. કંપની જિયોને 90.8 કરોડ શેર 32.35 રૂપિયાના ભાવ પર જાહેર કરશે. તો ડેન નેટવર્ક્સ 28.1 કરોડ શેર જિયોને 72.66 રૂપિયાના ભાવ પર જાહેર કરશે. રિલાયન્સ ડેનમાં કુલ 66.01 ટકા ભાગ ખરીદશે

   એડલવાઇઝ સિક્યોરિટીના સીનિયર વાઇસ પ્રેસીડન્ટ અબનીશ રોયનું કહેવું છે કે આ ડિલથી બંને કંપનીઓને ફાયદો થશે, આ ડિલની મદદથી રિલાયન્સ જિયો પોતાની પહુંચ લોકલ કેબલ નેટવર્ક્સમાં વધારી શકશે. સાથે જ કંપનીના બેલેન્સશીટમાં ઝડપથી ગ્રોથ આવશે. જેનાથી ગ્રાહકોને સસ્તુ અને ઝડપી ઇન્ટરનેટ મળશે.

(8:52 am IST)