News of Thursday, 18th October 2018
એમ,જે અકબર પૂર્વ સહયોગી- પુરુષ પત્રકારનું પણ આરોપ લગાવનારી મહિલાઓને સમર્થન
અકબરનું રાજીનામું લેવાને બદલે તેમને હાંકી કાઢવામાં આવે:આકાર પટેલ
નવી દિલ્હીઃ મહિલા પત્રકારો દ્વારા તેમની સાથે થયેલા જાતીય શોષણના આરોપનો #Me Too અભિયાન દ્વારા જાહેર કરાયા બાદ ચારેય તરફથી ઘેરાઈ ચુકેલા વિદેશ રાજ્યમંત્રી એમ. જે. અક્બરે સતત વધી રહેલા દબાણને પગલે પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. હવે, એમ.જે.અકબર સાથે ભૂતકાળમાં કામ કરી ચૂકેલા પુરુષ પત્રકારો પણ અકબર પર આરોપ લગાવનારી મહિલાઓના સમર્થનમાં આવ્યા છે.
અકબરના પૂર્વ સહયોગી રહી ચૂકેલા લેખક-પત્રકાર આકાર પટેલે નેશનલ હેરાલ્ડ અખબારમાં લખેલા એક લેખમાં લખ્યું છે કે, મને આશા છે કે, અકબરનું રાજીનામું લેવાને બદલે તેમને હાંકી કાઢવામાં આવે.
(9:47 pm IST)