મુખ્ય સમાચાર
News of Thursday, 18th October 2018

ભારતીય ક્રિકેટર નિવૃત્ત થાય તો મળે છે અધધધ પેન્શનઃ ગ્રેડ મુજબ પેન્શનનો નિયમ

આપણાં દેશમાં ક્રિકેટ સૌથી વધુ ફેમસ રમત છે. ક્રિકેટ જેટલી લોકપ્રિયતા બીજી એકપણ રમતને મળી નથી. જોકે, શું તમે જાણો છો કે જે ખેલાડીઓ નિવૃત થઈ જાય છે તેમને કેટલું પેન્શન મળે છે.? જે ખેલાડીઓના કોન્ટ્રાક્ટ હોય છે તેમને ચાર શ્રેણીમાં રાખવામાં આવ્યાં છે. A+, A, B અને C. હવે A+ ગ્રેડમાં આવતા ખેલાડીને દર વર્ષે સાત કરોડ, A ગ્રેડના ખેલાડીને પાંચ કરોડ અને B ગ્રેડ ધરાવતાં ખેલાડીને વર્ષમાં 3 કરોડ રુપિયા અને C ગ્રેડના ખેલાડીને દર વર્ષે 1 કરોડ રુપિયા આપવામાં આવશે. જાણો નિવૃત ખેલાડીને કેટલું પેન્શન મળે છે..

2004માં કરી હતી શરુઆત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) સપ્ટેમ્બરથી તે ક્રિકેટર્સનું પેન્શન પણ ઘટાડી નાખ્યું છે જે ક્રિકેટથી સંન્યાસ લઈ ચૂક્યા છે. રિટાયર્ડ ક્રિકેટરને પેન્શન આપવાની શરુઆત BCCI 2004માં કરી હતી. તે સમયે માત્ર 174 પૂર્વ ક્રિકેટર્સ અને ખેલાડીઓને 5000નું પેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જોકે, પેન્શન તેમને આપવામાં આવતું હતું જેમણે ટેસ્ટ અને વન ડે એમ બન્ને મેચ રમી હોય. જોકે, 1 જાન્યુઆરી 2015થી ખેલાડીઓને મળતું પેન્શન બમણું કરવામાં આવ્યું છે.

1993 પહેલા રિટાયર્ડ થયેલા ખેલાડી

બીસીસીઆઈએ 31 ડિસેમ્બર, 1993 પહેલા રિટાયર્ડ થયા હોય તેવા દરેક ક્રિકેટરો જેમણે 25 અથવા વધારે ટેસ્ટ રમી હોય તેને દર મહિને પચાસ હજાર રુપિયાનું પેન્શન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. એવા ક્રિકેટર જે 31 ડિસેમ્બર, 1993 પહેલા રિટાયર્ડ થયાં હોય અને 25થી ઓછી ટેસ્ટ મેચ રમી હોય તેમને 37,500 રુપિયા પેન્શન મળશે. જ્યારે પહેલી જાન્યુઆરી, 1994 અથવા તે પછી રિટાયર્ડ થયેલા ક્રિકેટરને 22,500 રુપિયાનું પેન્શન મળશે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતાં ખેલાડી

રણજી મેચ રમતાં ખેલાડીઓને 1957-58 સીઝનથી પહેલા ઓછામાં ઓછા 10 મેચ રમ્યાં છે. તેમને 15000 પેન્શન મળશે. ઉપરાંત ફર્સ્ટ ક્લાસના ક્રિકેટરોને 2003-04 સીઝનના અંત સુધી 25થી 49 મેચ રમ્યાં છે. તેમને 15000નું પેન્શન મળશે. જોકે, જે ખેલાડીઓએ 75થી વધારે ફર્સ્ટ ક્લાસમાં મેચ રમ્યાં છે. તેને 22500 રુપિયા પ્રતિ મહિના અને 30000 રુપિયા પ્રતિ મહિનાનું પેન્શન આપવામાં આવશે.

મહિલા ક્રિકેટર્સને કેટલું પેન્શન

જે મહિલા ક્રિકેટર્સે 10 અથવા તેનાથી વધારે ટેસ્ટ મેચ રમી છે. તેમને પ્રતિ મહિને 22500 રુપિયા મળશે. જ્યારે જેમણે પાંચથી 9 ટેસ્ટ મેચ રમી છે તેમને પ્રતિ મહિને 15000 રુપિયા મળશે. દરેક રિટાયર્ડ અમ્પાયર્સને પ્રતિ મહિને 22500 રુપિયા મળશે.

BCCIની વન ટાઈમ પેન્શન સ્કિમ

વર્ષ 2003-04 સીઝનના અંત સુધી રિટાયર્ડ થયેલા ટેસ્ટ ક્રિકેટર્સને 100થી વધારે ટેસ્ટ મેચ રમી હોય તેમને વન ટાઈમ પેન્શન હેઠળ એક વાર દોઢ કરોડ મળશે. જ્યારે 75થી 99 વચ્ચે ટેસ્ટ મેચ દરમિયાન ખેલાડીઓ અને 50થી 74 વચ્ચે ટેસ્ટ મેચ રમતાં દરેક ખેલાડીઓને ક્રમશઃ 1 કરોડ અને 75 લાખ રુપિયા પેન્શનમાં મળશે. જે ટેસ્ટ ક્રિકેટર્સ 2003-04ના અંત સુધીમાં રિટાયર્ડ થયાં હોય અને જેણે 25થી 49 વચ્ચે ટેસ્ટ મેચ રમી હોય તેને 60 લાખ રુપિયા, 10થી 24 ટેસ્ટ મેચ રમનારને 50 લાખ અને 1થી 9 ટેસ્ટ મેચ રમનારને એક વાર 35 લાખ રુપિયા વન ટાઈમ પેન્શન હેઠળ મળશે.

ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતાં ખેલાડીને ફાયદો

વન ટાઈમ સ્કીમ હેઠળ ફર્સ્ટ ક્લાસના મેચ રમનાર દરેક ખેલાડીઓને પણ ફાયદો મળશે. જેમાં 100થી વધારે ફર્સ્ટ ક્લાસ શ્રેણીની મેચ રમનાર ખેલાડીને 30 લાખ રુપિયા જ્યારે 75થી 99 વચ્ચે પ્રથમ શ્રેણી મેચ રમતાં ખેલાડીને 25 લાખ રુપિયા મળશે. ઉપર મળતાં લાભ ઉપરાંત BCCI ‘ઉદાર મેડિકલ નીતિહેઠળ પ્રથમ શ્રેણીના ક્રિકેટર્સ અને અમ્પાયર્સ જેમણે 10 અથવા વધારે પ્રથમ શ્રેણીના મેચ રમ્યાં છે અથવા અમ્પાયરિંગ કર્યું છે. તેમને વધારામાં વધારે પાંચ લાખ રુપિયાની મેડિકલ સારવાર મળશે.

(12:00 am IST)