મુખ્ય સમાચાર
News of Friday, 18th September 2020

પાકિસ્તાની હની ટ્રેપમાં ફસાય જાસુસી કરતા સૈન્ય કર્મીની ધરપકડ

રેવાડી તા. ૧૮: પાકિસ્તાની મહિલાના હની ટ્રેપમાં ફસાઇ જાસુસીના આરોપમાં સેનાના એન્જીનીયર વિંગના ચોથી શ્રેણીના કર્મચારી મહેશને બુધવારે પકડી પાડવામાં આવેલ. જયપુરમાં તૈનાત મહેશ બે વર્ષથી આઇએસઆઇના ષડયંત્રમાં ફંસાયેલ અને તે અત્યંત ખાનગી એવા સેનાના વીડીયો અને ફોટો મોકલતો હતો. એસટીએફ ધરપકડ કરે એવી મહેશને શંકા જતા તેણે પોતાનું એકાઉન્ટ ડીલીટ કરી નાખેલ. લખનૌ સ્થિત મિલટ્રી ઇન્ટેલીજન્સે સમગ્ર ઘટનાની માહિતી આપેલ તેના ઉપરથી કાર્યવાહી કરાઇ હતી.

(3:37 pm IST)