મુખ્ય સમાચાર
News of Wednesday, 18th September 2019

પાકિસ્તાને વડાપ્રધાન મોદી માટે એરસ્પેસ ખોલવાનો કર્યો ઇનકાર

કુરૈશીએ કહ્યું પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ નહીં ખોલે: અમે ભારતીય હાઇ કમિશનને અવગત કર્યા

નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદી માટે પાકિસ્તાને પોતાનો એરસ્પેસનો ખોલવાથી ઇનકાર કર્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરૈશીએ કહ્યું છે કે પાકિસ્તાન પીએમ મોદી માટે પોતાનું એરસ્પેસ નહીં ખોલે. કુરૈશીએ કહ્યું કે અમે ભારતીય હાઇ કમિશનને અવગત કર્યા છે કે અમે વડાપ્રધાન  મોદી માટે અમારા એરસ્પેસના ઉપયોગની મંજૂરી નહીં આપીએ.

પીએમ મોદીને અમેરિકી પ્રવાસ માટે પાકિસ્તાના એરસ્પેસનો ઉપયોગ કરવાનો હતો. વડાપ્રધાન 21થી 27 સપ્ટેમ્બર સુધી અમેરિકાના પ્રવાસે જશે. આ મહીનાની શરૂઆતમાં પાકિસ્તાને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ માટે પણ એરસ્પેસ ખોલવાથી મનાઇ કરી દીધી હતી. પાકિસ્તાનના આ પગલાથી ભારતે નારાજગી દર્શાવી હતી.

(9:57 pm IST)