મુખ્ય સમાચાર
News of Wednesday, 18th September 2019

ઇ-સિગારેટ બેટરીથી ચાલતું એક ડિવાઇસ છે : અહેવાલ

નિકોટિન અને બીજા કેમિકલ મિક્સ કરાય છે : ઇ-સિગારેટ પીનારા તેને ઓછા નુકસાનકારક બતાવે છે

નવીદિલ્હી, તા. ૧૮ : -સિગારેટ ઉપર પ્રતિબંધ મુકવાનો આજે નિર્ણય લેવામાં આવ્યો હતો. આના ભાગરુપે તમામ લોકોમાં આની ચર્ચા આજે જોવા મળી રહી છે. -સિગારેટ બેટરીથી ચાલનાર એક ડિવાઇઝ છે જેમાં લિક્વિડ ભરવામાં આવે છે જેમાં નિકોટિન અને બીજા હાનિકારક કેમિકલ્સને મિક્સ કરવામાં આવે છે જ્યારે કસ લગાવવામાં આવે છે ત્યારે હિટિંગ ડિવાઇઝ આને ગરમ કરીને પ્રવાહીમાં ફેરવી નાંખે છે જેને સ્મોકિંગ નહીં પરંતુ વેપિંગ કહેવામાં આવે છે. હાલમાં જોવામાં આવે છે કે, લોકો સિગારેટની જગ્યાએ -સિગારેટ પીવા લાગી ગયા છે.

         તેમનું કહેવું છે કે, ધુમાડા આપનાર સિગારેટની જગ્યાએ ઇલેક્ટ્રોનિક સિગારેટ ઓછા નુકસાનકારક તરીકે છે. આરોગ્યને પણ પ્રમાણમાં ઓછું નુકસાન પહોંચાડે છે પરંતુ હકીકત આનાથી અલગ છે. -સિગારેટ પણ આરોગ્યને ખુબ ખરાબ અસર કરે છે. વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા કહેવામાં આવ્યું છે કે, ઇલેક્ટ્રોનિક સિગારેટથી પરમ્પારિક સિગારેટ જેવું નુકસાન થાય છે. આના કારણે અભૂતપૂર્વ નુકસાન થઇ રહ્યું છે. પારમ્પારિક નુકસાનને ટાળવા માટે નિર્ણય લેવામાં આવ્યોછે.

(7:30 pm IST)