News of Tuesday, 18th September 2018
રાજસ્થાનમાં તમામ સીટ પર EVMની સાથે ઉપયોગ થશે VVPAT: ચૂંટણી પંચનો નિર્ણય
ચૂંટણી પંચ ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધ
જયપુર:મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે કહ્યું કે, આગામી રાજસ્થાન વિધાનસભા ચૂંટણીમાં પહેલીવાર તમામ 200 વિધાનસભા ચૂંટણી ક્ષેત્રોમાં વીવીપેટ અને ઇવીએમ 3 મશીનો દ્વારા મતદાન કરાવવામાં આવશે. રાજ્યનાં 51,796 મતદાન કેન્દ્રો પર ઇવીએમની સાથે વીવીપેટનો ઉપયોગ કરવામાં આવશે.
અત્રે ઉલ્લેખનીય છે કે 2017માં યુપી વિધાનસભા ચૂંટણીનાં પરિણામો એકતરફી બાજપનાં પક્ષમાં ગયા બાદથી જ ઇવીએમની વિશ્વસનીયતા મુદ્દે વિપક્ષી દળ અવાજ ઉઠાવતા રહ્યા છે. એટલે સુધી કે તેઓ ચૂંટણી પંચને પણ આ અંગે ફરિયાદ કરી ચુક્યા છે.ત્યારે ચૂંટણી પંચ ઇવીએમ પર થતી શંકા કુશંકાઓને જડમુળથી ઉખાડી ફેંકવા માટે પ્રતિબદ્ધબન્યું હોવાનું મનાય છે
(1:04 am IST)